કોંગ્રેસના ઉમેદવાર ડૉ. રોહન ગુપ્તા અમદાવાદ પૂર્વ બેઠક પરથી નહીં લડે ચૂંટણી

અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ડૉ. રોહન ગુપ્તા ચૂંટણી નહીં લડવાની જાહેરાત પોતાના સોશિયલ મીડિયા પર કરી છે. આ સાથે કોંગ્રેસ પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો છે.

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. ઘણા મોટા નેતાઓએ પક્ષ સાથે છેડો ફાડ્યો છે. ત્યારે આજે સોમવારે વધુ એક મોટો ઝટકો પક્ષને લાગ્યો છે. જેમાં અમદાવાદ પૂર્વ બેઠક ઉપરથી ઉમેદવાર જાહેર થયેલા રોહન ગુપ્તાએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે.

રોહન ગુપ્તાએ પોતે ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર રાત્રે 10.17 કલાકે કરી છે. તેણે ચૂંટણી નહીં લડવા પાછળ પોતાના પિતાની નાદુરસ્ત તબિયતનું કારણ આપ્યું છે. પિતાની તબિયત સારી ન હોવાથી હાલ તેઓ આ જવાબદારી સાંભળી શકે તેમ ન હોવાથી પોતે આ ચૂંટણીમાં જાહેર થયેલું પોતાનું નામ પરત ખેંચે છે અને અન્ય કોઈ કાર્યકર્તાને તક આપવા જણાવ્યું છે. આ સાથે તેમણે પોસ્ટમાં લખ્યું હતુ કે જે પણ ઉમેદવાર નક્કી કરવામાં આવશે તેમને મારો સંપૂર્ણ સાથ સહકાર આપીશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *