ગુજરાતમાં કોરોનાની ફરી એકવાર એન્ટ્રી થઈ ગઈ છે. ગુજરાતના ગાંધીનગરમાં કોરોનાના બે નવા કેસ નોંધાયા છે. નોંધાયેલા કેસની વાત કરીએ તો બન્ને વ્યક્તિઓ દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હોવાની માહિતી મળી રહી છે. કોરોના પોઝિટિવ આવેલા બંન્ને વ્યક્તિ સેક્ટર- 6ના રહેવાસી છે. હાલ તો આરોગ્ય વિભાગ દ્વારા સતર્કતાના ભાગરૂપે સેમ્પલ જીનોમ સિકવન્સ માટે મોકલી અપાયા છે.
ગાંધીનગરમાં પોઝિટીવ આવેલ બંને વ્યક્તિ દક્ષિણ ભારત તેમજ કર્ણાટક ખાતે ફરી પરત ગાંધીનગર આવ્યા હતા. ત્યારે બંને વ્યક્તિને છેલ્લા ઘણા સમયથી શરદી, ખાંસી અને તાવ આવતો હતો. જે બાદ આરોગ્યની ટીમ દ્વારા બંને વ્યક્તિનો કોરોનાં રિપોર્ટ કર્યો હતો. જે બાદ બંને મહિલાનો કોરોનાં રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. હાલ આરોગ્ય વિભાગ દ્વારા બંને મહિલાઓને હોમ આઈસોલેટ કરી તેઓની સારવાર ચાલી રહી છે.
ભારતમાં કોવિડ-19ના કેસમાં થયેલા વધારા અને JN.1 વેરિઅન્ટના પ્રથમ કેસની શોધને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ તાજેતરમાં રાજ્યોને એક એડવાઇઝરી જારી કરી છે. રાજ્યોને કોવિડની સ્થિતિ પર સતત દેખરેખ રાખવા વિનંતી કરવામાં આવી હતી.