વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં ઝડપાયેલા આરોપી ધર્મિન ભટાણીના કોર્ટે 5 દિવસના કર્યા રિમાન્ડ મંજૂર

વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં ઝડપાયેલા આરોપીના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે. જેમાં આરોપી ધર્મિન ભટાણીના કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહત્વનું છે કે ધર્મિન ભટાણીના રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસા થવાની સંભાવના પણ છે.

મહત્વનું છે કે આરોપી ધર્મિન ભટાણીની ગઈકાલે પોલીસે ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેને કોર્ટમાં રજૂ કરાઈ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જે બાદ કોર્ટે આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બેંગ્કોકથી પરત ફરતા અમદાવાદ એરપોર્ટથી આરોપીની ધરપકડ કરાઈ હતી. 

વડોદરા હરણી લેક બોટ દુર્ઘટના મામલે મોટી અપડેટ સામે આવી રહી છે. આ દુર્ઘટના કેસમાં ઝડપાયેલા આરોપીના રિમાન્ડ કોર્ટે મંજૂર કરી દિધા છે. અત્રે જણાવીએ કે કોર્ટે આરોપી ધર્મિન ભટાણીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ધર્મિન ભટાણીના રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસા થવાની સંભાવનાઓ પણ સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, હરણી બોટ દુર્ઘટના કેસમાં ગઈકાલે પણ બે અધિકારી પર મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. 

શું હતી ઘટના…

વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 18 જાન્યુઆરીએ મોટી કરુણાંતિકા સર્જાઈ હતી. હરણી તળાવમાં બોટ પલટી જતાં 14 ના મોત થયા હતા. જેમાં 12 માસુમ બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે. ન્યુ સનરાઇઝ સ્કુલના વિદ્યાર્થીઓ પીકનીક માટે હરણી તળાવમાં આવ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતાં બોટનું બેલેન્સ બગડ્યું હતું. જેના પગલે બોટ પલટી જતાં બાળકો તળાવમાં ડૂબ્યા હતા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *