ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 81 ડોલરની નજીક, પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં સતત વધઘટ ચાલુ છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ 81 ડોલર ની આસપાસ છે અને ડબલ્યુટીઆઈ ક્રૂડની કિંમત બેરલ દીઠ 76 ડોલર ની આસપાસ છે. જોકે, જાહેર ક્ષેત્રની ઓઈલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ મુજબ, શનિવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા, ડીઝલ 89.62 રૂપિયા, મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા, ડીઝલ 94.27 રૂપિયા, કોલકતામાં પેટ્રોલ 106.03 રૂપિયા, ડીઝલ 92.76 રૂપિયા, અને ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા, ડીઝલ રૂ. 94.24 પ્રતિ લિટરના દરે ઉપલબ્ધ રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે બ્રેન્ટ ક્રૂડની કિંમત 0.84 ડોલર એટલેકે 1.03 ટકા ઘટીને 80.58 ડોલર પ્રતિ બેરલ પર છે. એ જ રીતે વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબલ્યુટીઆઈ) ક્રૂડ 1.56 ડોલર એટલેકે 2.02 ટકા ઘટીને પ્રતિ બેરલ 75.54 ડોલર રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *