ચક્રવાત મિચોંગ આજે તમિલનાડુ-આંધ્રમાં ટકરાશે, ચેન્નાઈમાં 80 વર્ષમાં સૌથી વધુ વરસાદ, 5ના મોત; 204 ટ્રેનો અને 70 ફ્લાઈટ્સ કરાઈ રદ્દ

2 ડિસેમ્બરે બંગાળની ખાડીમાંથી સર્જાયેલું ચક્રવાત મિચોંગ 5 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યે આંધ્ર પ્રદેશના બાપટલા પાસે નેલ્લોર-મછલીપટ્ટનમ સાથે ટકરાશે. હવામાન વિભાગ (IMD) પ્રમાણે આ સમયગાળા દરમિયાન 90 થી 110 કિલોમીટર પ્રતિ કલાક (KMPH)ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

રેડ એલર્ટ જાહેર કરાયું
આઈએમડીના જણાવ્યા અનુસાર તોફાન ઓડિશા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને પુડુચેરીને અસર કરશે. આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી, તેલંગાણામાં 5 ડિસેમ્બર માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ટ્રેન અને ફ્લાઈટ કરાઈ રદ્દ
ઓડિશામાં 5 ડિસેમ્બર માટે ઓરેન્જ એલર્ટ છે. આ રાજ્યોમાં SDRF અને NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 204 ટ્રેનો અને 70 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. મહત્વનું છે કે સપ્ટેમ્બર 2021 માં ચક્રવાત ગુલાબ પછી બે વર્ષમાં દરિયાકાંઠે અથડાતું મિચોંગ પહેલું ટાયફૂન હશે.

બીજી તરફ ભારતીય સેનાએ રવિવાર-સોમવારે વરસાદને કારણે આવેલા પૂરને કારણે ચેન્નાઈના મુગલીવક્કમ અને મનપક્કમ વિસ્તારોમાંથી 300 લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા.

તમિલનાડુમાં જાહેર રજાની જાહેરાત
તમિલનાડુમાં આવશ્યક સેવાઓ સિવાય સોમવાર અને મંગળવારે જાહેર રજા જાહેર કરવામાં આવી હતી. NDRFની 9 ટીમો અને SDRFની 14 ટીમો અહીં તૈયાર છે. ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનો રનવે સોમવારે સવારે 9:40 થી 11 વાગ્યા સુધી પાણી ભરાઈ જવાને કારણે બંધ કરી દેવામાં આવ્યો છે. અહીં 70 ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. બહારથી આવતી ફ્લાઈટને બેંગલુરુ ડાયવર્ટ કરવામાં આવી રહી છે.

પાણીમાં કાર તરતી જોવા મળી
સોમવારે શહેરી વિસ્તારોમાં શાળા અને કોલેજો બંધ રહી હતી. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર 3 થી 4 ફૂટ પાણી ભરાઈ ગયા હતા. રહેણાંક વિસ્તારના કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાં ડઝનેક કાર પાણીમાં તરતી જોવા મળી રહી છે. રસ્તા પર કાર પણ તરતી જોવા મળી હતી. ચેન્નઈના પેરુંગાલથુર વિસ્તારમાં એક મગર રોડ પર ફરતો જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *