જાન્યુઆરીના છેલ્લા દિવસે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ગાઢ ધુમ્મસ અને તીવ્ર ઠંડી ચાલુ છે. દિલ્હી-એનસીઆરમાં ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી અત્યંત ઓછી થઈ ગઈ છે. તેની અસર રોડ, રેલ અને હવાઈ પરિવહન પર પડી રહી છે. રસ્તાઓ પર વાહનોની ગતિ ધીમી પડી છે અને દેશના વિવિધ ભાગોમાંથી દિલ્હી આવતી ઘણી ટ્રેનો મોડી ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ, ધુમ્મસના કારણે દિલ્હીના IGI એરપોર્ટ પર સવારે 6.30 વાગ્યે વિઝિબિલિટી લેવલ ઝીરો મીટર નોંધવામાં આવ્યું છે. આગામી કેટલાક કલાકોમાં સુધારાની શક્યતા છે.