ભારત આવી રહેલ જહાજ પર ડ્રોન ઍટેક થયાના સમાચાર સામે આવી રહ્યા છે. ઘટનાની જાણ થતાની સાથે જ નૌસેનાએ તાબડતોબ મદદ માટે જહાજ મોકલ્યા છે. આ ઘટના વેરાવળથી 200 નોટિકલ માઈલ મધદરિયે બની હતી.
અરબી સમુદ્રમાં ક્રૂડ ઓઈલ ભરેલા વિદેશી જહાજ પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો આતંકી સંગઠન હૂતી દ્વારા કરવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે. આતંકી સંગઠન હૂતીના હુમલા બાદ જહાજમાં આગ લાગી છે. જો કે આ હુમલામાં કોઈના ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવ્યા નથી. આ જહાજ ભારત તરફ આવી રહ્યું હતું તે દરમિયાન અરબી સમુદ્રમાં ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ જહાજ સોમનાથથી 378 કિલોમીટર દુર હતુ, તે દરમિયાન તેની પર હુમલો કરવામાં આવ્યો હતો.