દિલ્હીમાં ભારે ધુમ્મસના કારણે ઈન્ડિગો અને એર ઈન્ડિયાની બંને ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી. મહત્વનું છે કે બંને ફ્લાઈટની વાત કરીએ તો રાજકોટથી સાંજે ઉડાન ભરતી આ બંને ફ્લાઈટને કેન્સલ કરવામાં આવી છે. જેના કારણે ટર્મિનલમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
એર ઈન્ડિયાએ બુધવારે જણાવ્યું હતું કે જો ધુમ્મસને કારણે દિલ્હી એરપોર્ટ પર આવતી-જતી મુસાફરોની ફ્લાઈટ્સ પર અસર થવાની સંભાવના હોય તો તેઓ કોઈપણ વધારાના ચાર્જ વિના તેમના બુકિંગને ફરીથી શેડ્યૂલ અથવા કેન્સલ કરી શકે છે. આપને જણાવી દઈએ કે તાજેતરના સમયમાં ગાઢ ધુમ્મસને કારણે દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટ ઓપરેશનને અસર થઈ છે.
ઉડ્ડયન કંપની એર ઈન્ડિયાએ બુધવારે જણાવ્યું હતું કે જો ધુમ્મસના કારણે દિલ્હી એરપોર્ટ પર આવનારા અને જનારા મુસાફરોની ફ્લાઈટ્સ પર અસર થવાની સંભાવના છે, તો તેઓ કોઈ વધારાના ચાર્જ વિના તેમના બુકિંગને ફરીથી રીશેડ્યૂલ અથવા કેન્સલ કરી શકે છે.
એરલાઈને ગયા શિયાળામાં રજૂ કરાયેલ ‘ફોગકેર’ પહેલ હેઠળ આ ઓફર કરી છે. એરલાઈન અનુસાર, શિયાળા દરમિયાન રાષ્ટ્રીય રાજધાનીમાં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પરથી ઉડાન ભરનારા મુસાફરોને જો તેમની ફ્લાઈટ્સ ધુમ્મસથી પ્રભાવિત થવાની સંભાવના હોય તો તેમને કોઈ વધારાના ખર્ચ વિના તેમના બુકિંગને ફરીથી શેડ્યૂલ અથવા કેન્સલ કરવાની મંજૂરી આપવામાં આવશે.
તાજેતરના દિવસોમાં ગાઢ ધુમ્મસને કારણે દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટ ઓપરેશનને અસર થઈ છે. ઘણી ફ્લાઈટ્સ મોડી પડી છે અને કેટલીકને નજીકના એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી છે.