સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા, તીવ્રતા નોંધાઈ 3.5, લોકો ઘરની બહાર દોડી આવ્યા

ગુજરાતમાં ગાંધીનગર સહિત સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 નોંધાઈ હતી. ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. જો કે આ ભૂકંપને કારણે કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. 

મળતી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્રમાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો માળીયાહાટીના સહિત અનેક ગામોમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. આજે એટલે કે સોમવારે સાંજે 6.20 કલાકે આંચકો અનુભવાયો હતો. આ આંચકાની તીવ્રતા 3.5 હોવાનું સામે આવ્યું છે. 

પ્રાપ્ત વિગત અનુસાર આજે સાંજે જૂનાગઢ જિલ્લાના અનેક વિસ્તારમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. માળીયા હાટીના પંથકમાં તથા આસપાસના ગામડાઓમાં આંચકો આવ્યો હતો. વંથલી, કેશોદમાં પણ ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો. તેમજ ગાંધીનગરમાં પણ આંચકો અનુભવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *