એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમવન્સ મોકલવામાં આવ્યું છે. આ સમન્સ સોમવારે એટલે કે આજે મોકલ્યુ હતું. ઉલ્લેખનીય છે કે દિલ્હી શરાબ કૌભાંડ કેસને લઈને EDનું દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેડુ આવ્યું છે. અરવિંદ કેજરીવાલને 2 નવેમ્બરના રોજ ઈડીએ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે સીબીઆઈએ આ પહેલા એપ્રિલ મહિનામાં મુખ્યમંત્રીને પૂછપરછ માટે બોલાવ્યા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ઈડીએ સોમવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યું છે. મહત્વનું છે કે દિલ્હી શરાબ કૌભાંડ કેસમાં EDએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને 2 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા છે. સીબીઆઈએ દિલ્હીના મુખ્યમંત્રીને પૂછપરછ માટે આ પહેલા એપ્રિલ મહિનામાં બોલાવ્યા હતા.
દારૂ કૌભાંડ કેસમાં મનિષ સિસોદીયાને સુપ્રીમ કોર્ટમાંથી પણ આજે જામીન નથી મળ્યાં
કૌભાંડમાં ફેબ્રુઆરીથી તિહાડ જેલમાં બંધ દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદીયાને સુપ્રીમ કોર્ટમાંથી પણ આજે જામીન નથી મળ્યાં.. જ્યારથી ધરપકડ થઈ ત્યાર પછી તેમણે અનેક વાર જામીન અરજી કરી છે પરંતુ એક પણ વાર તેમની અરજી ધ્યાનમાં નથી લેવામાં આવી આથી જામીનની આશાએ તેમણે સુપ્રીમનો સંપર્ક સાધ્યો અને ત્યાંથી પણ તેમને નિરાશા જ હાથ લાગી.
સિસોદીયા પર કયા ગુનામાં કાર્યવાહી
સિસોદિયા પર આરોપ છે કે 2021માં જ્યારે તેઓ આબકારી મંત્રી હતા ત્યારે તેમણે દારૂની નીતિમાં કેટલાક ફેરફાર કર્યા હતા, જેનો ફાયદો દારૂના વેપારીઓને મળ્યો હતો. તપાસ એજન્સીઓનો દાવો છે કે દક્ષિણ ભારતના દારૂના વેપારીઓ (જેને સાઉથ ગ્રુપ કહેવામાં આવે છે)ના નફાના માર્જિનમાં વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે સરકારી તિજોરીને નુકસાન થયું હતું. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ નોંધાયેલા કેસમાં સીબીઆઈએ સિસોદીયા સામે ચાર્જશીટ દાખલ કરી દીધી છે. ઈડીએ દાવો કર્યો હતો કે લાભાર્થી કંપનીઓએ 100 કરોડ રૂપિયાની લાંચ આપી હતી અને સિસોદિયાએ નફાનું માર્જિન 5 ટકાથી વધારીને 12 ટકા કરીને ગુનામાં મદદ કરી હતી. 338 કરોડનું ટ્રાન્સફર ઈડીની ફરિયાદનો એક ભાગ છે.