બિહાર કેબિનેટના વિસ્તરણ માટે રાજભવન ખાતે નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ શરૂ થઈ ગયો છે. અશોક ચૌધરી, રેણુ દેવી, લેસી સિંહ, નીરજ બબલુ, મદન સાહની અને નીતિન નબીને શપથ લીધા છે.
નીતિશની કેબિનેટમાં કુલ 21 ચહેરાઓને સ્થાન મળ્યું છે. જેમાં રેણુ દેવી, મંગલ પાંડે, નીરજ કુમાર બબલુ, અશોક ચૌધરી, લેસી સિંહ, મદન સાહની, નીતિશ મિશ્રા, નીતિન નવીન, દિલીપ કુમાર જયસ્વાલ, મહેશ્વર હજારી, શીલા કુમારી મંડળ, સુનીલ કુમાર, જનક રામ, હરિ સાહની, કૃષ્ણનંદન પાસવાન, જયંત રાજ જામા ખાન, રત્નેશ સદા, કેદાર પ્રસાદ ગુપ્તા, સુરેન્દ્ર મહેતા અને સંતોષ કુમાર સિંહ છે.
નીતિશ કેબિનેટમાં ‘સ્પેશિયલ 21’ની એન્ટ્રી
તમને જણાવી દઈએ કે નીતિશની કેબિનેટમાં કુલ 21 ચહેરાઓને સ્થાન મળ્યું છે. રેણુ દેવી, મંગલ પાંડે, નીરજ કુમાર બબલુ, અશોક ચૌધરી, લેસી સિંહ, મદન સાહની, નીતિશ મિશ્રા, નીતિન નવીન, દિલીપ કુમાર જયસ્વાલ, મહેશ્વર હજારી, શીલા કુમારી મંડળ, સુનીલ કુમાર, જનક રામ, હરિ સાહની, કૃષ્ણનંદન પાસવાન, જયંત રાજ જામા ખાન, રત્નેશ સદા, કેદાર પ્રસાદ ગુપ્તા, સુરેન્દ્ર મહેતા અને સંતોષ કુમાર સિંહ નવા મંત્રી બન્યા છે.
ભાજપે ગઈકાલે યાદી કરી હતી સુપરત
તમને જણાવી દઈએ કે અત્યાર સુધી કેબિનેટનું વિસ્તરણ બીજેપીના કારણે અટકેલું હતું. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા હતી કે ભાજપ તેના સંભવિત મંત્રીઓ પર વિચાર કરી રહી છે. તે જ સમયે ગુરુવારે મોડી સાંજે ભાજપે પણ તેની યાદી નીતિશ કુમારને સોંપી દિધી હતી.
કેબિનેટ વિસ્તરણ બાદ JDU અને BJP ક્વોટાના ઘણા મંત્રીઓનો બોજ ઓછો થશે. હાલમાં ઘણા મંત્રીઓની સ્થિતિ એવી છે કે તેમની પાસે અડધા ડઝનથી વધુ વિભાગોની જવાબદારી છે.