ઉત્તરાયણમાં પવનને લઈ હવામાન નિષ્ણાંતની આગાહી, રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારમાં 10 થી 12 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન

ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે હવે આ પર્વ પર પવનને લઈ હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારમાં 10 થી 12 કિ.મી.ની પવન ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત અમદાવાદમાં બપોર બાદ પવનની ગતિ વધી શકે છે.

આ બાબતે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, જાન્યુઆરી-2024 ની ઉત્તાયણનાં દિવસે કચ્છ, સુરેન્દ્રનગર, સુરત, વલસાડમાં પવનની ગતિ પ્રતિ કલાકે 16 કિમીની રહેવાની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, જૂનાગઢ, જામનગરમાં પ્રતિ કલાકે 12 કિમી પવનની ગતિ રહેશે. તેમજ આ વખતે પવન ઈશાન બાજુ રહેવાની શક્યતાઓ છે. તેમજ દિવસ દરમ્યાન પવન ફરતો પણ રહેશે.

સામાન્ય પવનની વાત કરીએ તો વિરમગામ, કડી, મહેસાણા, સિદ્ધપુર, વડનગર, પાટણ, હારીજ, માણસા, રાધનપુર, મોરબી, હળવદમાં પ્રતિ કલાકે 7 થી 12 કિમીની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે દ્વારકા, ઓખામાં 20 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. ત્યારે અમદાવાદમાં સવારે 13 કિ.મી. તો બપોરે 20 થી 23 તેમજ સાંજે 14 થી 23 કિ.મી. ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *