અજય દેવગનથી લઈને ફરાહ ખાન સુધીના સેલેબ્સે તબ્બુને જન્મદિવસ પર ખાસ પાઠવી શુભેચ્છા

બોલિવૂડ અભિનેત્રી તબ્બુ આજે 4 નવેમ્બરે તેનો 52મો જન્મદિવસ ઉજવી રહી છે. ત્યારે આજે ઘણા સેલેબ્સે તેમની પોસ્ટ શેર કરીને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. આ લિસ્ટમાં ફરાહ ખાનથી લઈને અજય દેવગનનો સમાવેશ થાય છે.

બોલિવૂડની જાણીતી અભિનેત્રી તબ્બુ આજે એટલે કે 4 નવેમ્બરે તેનો 52મો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ અવસર પર તેના ચાહકો અને બોલિવૂડ સેલેબ્સ અભિનેત્રીને તેના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. અજય દેવગનથી લઈને કોરિયોગ્રાફર અને ફિલ્મ નિર્માતા ફરાહ ખાને તબ્બુને ખાસ જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

અજય દેવગણે એક ખાસ પોસ્ટ કરી હતી
અભિનેતા અજય દેવગન અને તબ્બુની જોડીને બોલિવૂડની સૌથી ફેવરિટ ઓન-સ્ક્રીન કપલ્સમાંથી એક માનવામાં આવે છે. બંને કલાકારોએ અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. હવે ટૂંક સમયમાં જ અજય અને તબ્બુ ફરી એકવાર ફિલ્મ ‘ઔરો મેં કહાં દમ થા’માં સાથે જોવા મળવાના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *