ગાંધીનગર: દહેગામના લીહોડા ગામમાં ઝેરી દારૂ પીવાથી 2 લોકોના મોત

ગાંધીનગરના લીહોડા ગામે શંકાસ્પદ ઝેરી પીણું પીતા બે લોકોના મોત બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, લીહોડા ગામમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો સરપંચે ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. જેમાં સરપંચે લીહોડા ગામમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો આક્ષેપ કર્યો છે. આ તરફ દહેગામના લીહોડા ગામમાં ઝેરી દારૂ પીવાથી 2 લોકોના મોત મામલે 2 સેમ્પલમાં FSLને મિથાઈલ એલ્કોહોલ મળ્યું ન હોવાનો SPનું નિવેદન સામે આવ્યું છે. 

દહેગામ તાલુકાના લીહોડા ગામે દારૂ પીવાથી બે વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે બે વ્યક્તિઓને હાલત ગંભીર બનતા તેમને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. વધુ પડતા દારૂ સેવન અને અન્ય બીમારીના લીધે મૃત્યુ થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. લીહોડા ગામે દારૂ પીવાથી બે વ્યકિતના મોત તેમજ અન્ય બે લોકોની સ્થિતિ બગડી હોવાની જાણ વાયુ એટલે પ્રસરી હતી અને બીજી તરફ આ અંગેની જાણ પોલીસના ઉચ્ચ અધિકારીઓને થતા રેન્જ આઈ.જી વિરેન્દ્ર યાદવ તેમજ જિલ્લા પોલીસ વડા રવિ તેજાવાસમ શેટ્ટી પણ લીહોડા ગામે દોડી ગયા છે. FSL નો રિપોર્ટ આવી ચુક્યો છે. FSLના રિપોર્ટમાં મિથેનોલની હાજરી નહિ  હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.

બોટાદ બાદ ગાંધીનગરમાં દારૂ પીવાથી બે લોકોના મોત થયા છે. એક વર્ષ પહેલા બોટાદમાં લઠ્ઠાકાંડ થયો હતો. ત્યારે હવે દહેગામના લિહોડા ગામમાં દારૂ પીવાથી 2 લોકોના મોત થયા છે. લઠ્ઠાકાંડની આશંકા વ્યક્ત કરાઈ છે. દારૂ પીધા બાદ થયા 2 લોકોના મોત જ્યારે 3 વ્યક્તિ સારવાર હેઠળ છે. દારૂ પીધા બાદ મોત થતાં નાનકડા ગામમાં હાહાકાર મચી ગયો છે. પોલીસ અને ફોરેન્સિકની તપાસમાં કેફી પ્રવાહી ઉપરથી પડદો ઉચકાશે. હજુ પણ નશાખોરની સંખ્યા વધે તો ઈમરજન્સી માટે 5 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રખાઈ છે. રેન્જ આઈજી તેમજ જિલ્લા પોલીસવડા પણ હાલ લિહોડા ગામે પહોંચ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *