ગાઝામાં ભૂખમરાના નિકટવર્તી ભય વચ્ચે ઇઝરાયેલે રવિવારથી હમાસ સાથે યુદ્ધવિરામ વાટાઘાટો ફરી શરૂ કરવાનો સંકેત આપ્યો છે. કતારમાં હાજર ઈઝરાયેલની જાસૂસી સંસ્થાના વડા ડેવિડ બાર્નિયાએ કતારના વડાપ્રધાન અને ઈજિપ્તના અધિકારીઓ સાથે મુલાકાત કર્યા બાદ આ સંકેત આપ્યા છે.
ગાઝામાં ભૂખમરાના નિકટવર્તી ભય વચ્ચે ઇઝરાયેલે રવિવારથી હમાસ સાથે યુદ્ધવિરામ વાટાઘાટો ફરી શરૂ કરવાનો સંકેત આપ્યો છે. કતારમાં હાજર ઈઝરાયેલની જાસૂસી સંસ્થાના વડા ડેવિડ બાર્નિયાએ કતારના વડાપ્રધાન અને ઈજિપ્તના અધિકારીઓ સાથે મુલાકાત કર્યા બાદ આ સંકેત આપ્યા છે. સંયુક્ત રાષ્ટ્રએ ખાદ્ય પુરવઠાના અભાવે ગાઝામાં ભૂખમરાનો ભય વ્યક્ત કર્યો છે.
સંયુક્ત રાષ્ટ્રએ ખાદ્ય પુરવઠાના અભાવે ગાઝામાં ભૂખમરાનો ભય વ્યક્ત કર્યો છે. આ દરમિયાન અમેરિકા અને જોર્ડને શનિવારે સંયુક્ત પ્રયાસમાં C-130 વિમાનોમાંથી ગાઝામાં ખાદ્ય સામગ્રીઓ ઉતારી હતી. ગાઝામાં કાયમી યુદ્ધવિરામની હમાસની માંગને કારણે તૂટી ગયેલા યુદ્ધવિરામ પર વાટાઘાટો ફરી શરૂ કરવા ઇઝરાયેલના વડા પ્રધાન રવિવારે સવારે કેબિનેટ ચર્ચા કરે તેવી શક્યતા છે.