ગૂગલે બદલ્યા નિયમો, AI યુઝર્સે રહેવું પડશે સાવચેત, નહીં તો થશે તેમને નુકસાન

ગૂગલે AIના ઉપયોગ માટે નવા નિયમો જાહેર કરી દિધા છે. આ નિયમ હેઠળ વિકાસકર્તાઓએ વપરાશકર્તાઓની સુરક્ષા અને પ્રતિસાદ માટે AI જનરેટેડ સામગ્રીની જાણ કરવાનો વિકલ્પ આપવો પડશે. Google ના નવા નિયમોની જો વાત કરીએ તો AI નો ઉપયોગ કરતી એપ્લિકેશનો કે જે શોષણ અને નકલી સામગ્રીને સમર્થન આપે છે, તેના પર પ્રતિબંધ મૂકવામાં આવશે. ગૂગલે એપ્સ માટે પણ નવા નિયમો જાહેર કર્યા છે જે ફોટો અને વીડિયો એક્સેસ કરે છે.

આજકાલ AI નો ઉપયોગ મોટાપાયે થઈ રહ્યો છે, પરંતુ ગૂગલ હવે તેને લઈને સાવધ થઈ ગયું છે. AIના ઉપયોગને લઈને Google દ્વારા નવા નિયમો જારી કરવામાં આવ્યા છે. આ નવા નિયમો ડેવલપર્સ અને એન્ડ્રોઈડ એપ્સ માટે ટૂંક સમયમાં જ લોન્ચ કરવામાં આવશે. આનાથી ગ્રાહક જોડાણ અને વપરાશકર્તા અનુભવમાં વધારો થશે. ગૂગલે ડેવલપર્સને તેમની એપ્સમાં એક ફીચર આપવાનું કહ્યું છે જેથી યુઝર્સ ખતરનાક AI જનરેટેડ કન્ટેન્ટની જાણ કરી શકે. ગૂગલનું કહેવું છે કે નવા નિયમો નક્કી કરશે કે AI જનરેટેડ કન્ટેન્ટ લોકો માટે સુરક્ષિત છે કે નહીં અને તેઓ તેમનો પ્રતિસાદ પણ આપી શકશે.

નવા નિયમો શું છે
આવતા વર્ષે ડેવલોપર્સ માટે AI જનરેટેડ કન્ટેન્ટ માટે ફ્લેગને રેજ કરવાનો વિકલ્પ પૂરો પાડવો ફરજિયાત રહેશે. આ માટે એપમાંથી બહાર નીકળવાની જરૂરીયાત નથી. ગૂગલના નવા નિયમો હેઠળ, એઆઈનો ઉપયોગ કરીને સામગ્રી જનરેટ કરતી એપ્લિકેશનો પર પ્રતિબંધ અને બંધ કરવાનો નિયમ છે. ગૂગલના નવા નિયમો અનુસાર બાળકોના શોષણ અને દુર્વ્યવહારને સમર્થન આપતી એવી એપ્સને પ્રતિબંધિત કરવાની સૂચના આપી દેવામાં આવી છે. તેની સાથે સાથે જ ફેક કન્ટેન્ટ ફેલાવતી એપ્સ પર પણ પ્રતિબંધ મૂકવાનો નિયમ જાહેર કરી દિધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *