ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટને લઈ સરકારે બહાર પાડી SOP

ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ અંગે સરકાર દ્વારા કેટલાક નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં વાઈન એન્ડ ડાઈન ફેસિલિટીમાં જ છૂટછાટ મળશે. આ ઉપરાંત લીકર એક્સેસ પરમીટ બે વર્ષ માટે આપવામાં આવશે.

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટના નિર્ણય બાદ ગૃહ વિભાગ દ્વાર સત્તાવાર લાયસન્સ અન્ય નિયમો માટે SOP બહાર પાડવામાં આવી છે. જેમાં વાઈન એન્ડ ડાઈન ફેસિલિટીમાં જ છૂટછાટ મળશે. આ ઉપરાંત લીકર એક્સેસ પરમીટ બે વર્ષ માટે આપવામાં આવશે. તેમજ FL-3 લાયસન્સ લેવા માટે સુપ્રિટેન્ડન્ટ પ્રોહીબિશન અને એક્સાઈઝમા એપ્લાય કરવાનું રહેશે, ગિફ્ટ સિટીમા વાઈન એન્ડ ડાઈન ફેસિલિટીમાં જ છૂટછાટ મળશે, FL-3 લાયસન્સ ધરાવનાર રેસ્ટોરન્ટ કે હોટલ્સ વિદેશી દારૂ પરમીટ લીકર શોપ અથવા અન્ય રાજ્ય માંથી ખરીદી શકશે, FL-3 લાયસન્સની વાર્ષિક ફી 1 લાખ રહેશે, સિક્યુરીટી ડિપોઝીટ 2 લાખ રૂપિયા રહેશે, ગિફ્ટ સિટીમાં આવેલી કંપનીઓને ગેસ્ટને એક દિવસની ટેમ્પરરી વિઝીટર્સ પરમીટ આપવામાં આવશે, લીકર એક્સેસ ધરાવતી વ્યક્તિ કંપની છોડીને જાય તો તેની પરમીટ રદ્દ થઈ જશે.

લીકર એક્સેસ પરમીટ બે વર્ષ માટે આપવામાં આવશે. જે પછીથી રીન્યુ થઈ શકશે જેની વાર્ષિક ફી એક હજાર રૂપિયા રહેશે. લીકર એક્સેસ ધરાવતી વ્યક્તિ કંપની છોડીને જાય તો તેની પરમીટ રદ્દ થઈ જશે. ગિફ્ટ સિટીમાં આવેલી કંપનીઓને ગેસ્ટને એક દિવસની ટેમ્પરરી વિઝીટર્સ પરમીટ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *