નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે સંસદમાં જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી સરેરાશ માસિક કલેક્શન 1.66 લાખ કરોડ રૂપિયા છે. 2022-23માં સરેરાશ માસિક GST કલેક્શન રૂ. 1.50 લાખ કરોડથી વધુ હતું. આ આંકડો 2021-22માં 1.23 લાખ કરોડ રૂપિયા અને 2020-21માં 94734 કરોડ રૂપિયા હતો.
નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે સંસદમાં જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી સરેરાશ માસિક કલેક્શન 1.66 લાખ કરોડ રૂપિયા છે. લોકસભામાં એક પ્રશ્નનો લેખિત જવાબ આપતાં, સીતારમણે કહ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષના દરેક મહિનામાં GST કલેક્શન રૂ. 1.50 લાખ કરોડથી વધુ રહ્યું હતું અને એપ્રિલ, 2023માં રૂ.1.87 લાખ કરોડના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું.
2022-23માં સરેરાશ માસિક GST કલેક્શન રૂ. 1.50 લાખ કરોડથી વધુ હતું. આ આંકડો 2021-22માં રૂ. 1.23 લાખ કરોડ અને 2020-21માં રૂ. 94,734 કરોડ હતો. અન્ય એક પ્રશ્નના જવાબમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે 2021-22 અને 2022-23 માટે સરેરાશ માસિક GST કલેક્શનમાં વાર્ષિક ધોરણે 30 ટકા અને 22 ટકાનો વધારો નોંધાયો છે.
નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ સોમવારે કહ્યું કે દેશ 2047 સુધીમાં વિકસિત અર્થવ્યવસ્થા બનવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે અને અમૃત કાલની શરૂઆતમાં પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ વર્ષ 2027-28માં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા 5 ટ્રિલિયન ડોલર બનવાનું અનુમાન કર્યું છે. આ અંગેના આંકડા પણ રજૂ કરવામાં આવ્યા છે.