આજે વડોદરાના હરણી તળાવમાં એક દૂર્ઘટના ઘટી હતી. જેને લઈને હવે અનેક સવાલો લોકોને થઈ રહ્યા છે. જેમાં શાળા સામે પણ લોકોમાં રોષ જોવા મળ્યો છે. જ્યારે બીજી તરફ વાત કરીએ તો બોટના કોન્ટ્રાક્ટર સામે પણ લોકો રોષે ભરાયા છે.
હરણી તળાવ દુર્ઘટના બાદ સ્કૂલના વિધાર્થીઓની વાત કરીએ તો તે સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ હતા. શાળા સામે પણ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, ત્યારે તમને જણાવી દઈએ કે આ સ્કૂલનું સંચાલન વાડીયા પરિવાર કરે છે. રૂસી વાડિયા અને તેમના માતા સનરાઇઝ સ્કૂલના માલિક છે. વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે થોડા સમય પૂર્વ યોજાયેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં વાડિયા પરિવારના સદસ્યો હાજર રહ્યા હતા.
વડોદરાના હરણી તળાવમાં મોટી દૂર્ઘટના સર્જાઈ છે. વડોદરાની સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો હરણી તળાવ પ્રવાસમાં આવ્યા હતા. ત્યારે આ દૂર્ઘટના સર્જાઈ હતી. બોટમાં 16 લોકોની ક્ષમતા સામે 31 લોકોને બેસાડવામાં આવતા બોટ પલટી ગઈ હતી અને આ કરૂણાંતિકા સર્જાઈ હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે બોટમાં 23 બાળકો 4 શિક્ષક અને 4 સ્કૂલ સ્ટાફને બેસાડવામાં આવ્યા હતા. અચાનક બોટ તળાવમાં પલટી મારી ગઈ હતી. સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો હતો. જેમાં 10થી વધુ વિધાર્થીઓ અને 2 શિક્ષિકોઓના મોત થયા છે. તો બચાવી લેવામાં આવેલા બાળકોને જ્હાનવી અને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
વડોદરાની આ દુર્ઘટના બાદ સ્થાનિક તંત્ર તેમજ સ્કૂલ પર પણ વાલીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ત્યારે તમને જણાવી દઈએ કે હરણી તળાવમાં બોટનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ નામના ઇજારદારે લીધો છે. મળતી માહિતી પ્રમાણે તે મોટું માથું હોવાનું મનાઈ રહ્યું છે, તો એમ્યુઝમેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ પરેશ શાહે નિલેશ જૈનને આપ્યો હતો. તો બોટિંગનો કોન્ટ્રાક્ટ નિલેશ જૈને અન્ય કોઈને આપ્યો હોવાની માહિતી સામે આવી રહી છે.
દુર્ઘટના બાદ જે સ્કૂલના વિધાર્થીઓ હતા તે સનરાઈઝ સ્કૂલ સામે પણ લોકોમાં રોષ જોવા મળ્યો છે. ત્યારે તમને જણાવી દઈએ કે આ સ્કૂલનું સંચાલન વાડીયા પરિવાર કરે છે. રૂસી વાડિયા અને તેમના માતા સનરાઇઝ સ્કૂલના માલિક છે.