વડોદરાના હરણી લેક દુર્ઘટના મામલે એક માસૂમ બાળકે આપવિતી સંભળાવી હતી. તેમણે કહ્યું હતુ કે, “બોટ આખી ઊંધી થઈ ગઈ”…
વડોદરાના હરણી લેક ઝોન ખાતેના તળાવમાં મોટી દૂર્ઘટના સામે આવી છે. જેમાં વિદ્યાર્થીઓ અને ટીચરવાળી બોટ તળાવમાં પલટી મારી જતા ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો હતો. જેમાં 9થી વધુ વિધાર્થીના મોત થયાનું સામે આવ્યું છે જ્યારે બાકીનાં લાપતા છે.
મહત્વનું છે કે, વિદ્યાર્થીઓને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યા હતા. 23 બાળકો અને 4 શિક્ષકો આ બોટમાં સવાર હતાં જેમાં 12 બાળકોનું અને 2 શિક્ષકોનું મોત થયા છે.
માહિતી અનુસાર 11 જેટલા લોકોએ લાઈફ જેકેટ પહેરી હતી અને તેઓ બચી ગયાં છે જ્યારે અન્ય બાળકો લાઈફ જેકેટ વગર બોટમાં સવાર હતાં. 13 બાળકો 2 ટીચરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આ તમામ ઘટના અંગે એક બાળકે નિવેદન આપતાં સમગ્ર ઘટના વર્ણવી હતી.
માસૂમ બાળકે કહ્યું કે, “બોટ આખી ઊંધી થઈ ગઈ”…”થોડા લોકો નીચે જતાં રહ્યાં અને હું એકલો જ હતો અને પછી થોડા લોકોએ ઉપર આવ્યાં”…”પછી પાઈપ આવી અને અમે પાઈપ પકડીને ઉપર આવી ગયાં”