મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે બુધવારે એકનાથ શિંદે સહિત 16 ધારાસભ્યો વિરુદ્ધ ગેરલાયકાતના કેસમાં ચુકાદો સંભળાવ્યો. આ નિર્ણય એકનાથ શિદેનની તરફેણમાં ગયો અને ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ફટકો પડ્યો. જે બાદ ઉદ્ધવ ઠાકરે જૂથની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે આને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું અને કહ્યું કે આ નિર્ણય નથી પરંતુ કાવતરું છે.
સંજય રાઉતે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે આ નિર્ણય બાદ ઉજવણી કરી રહેલા લોકો પર પણ નિશાન સાધ્યું હતું. તેણે કહ્યું કે તાળીઓ પાડનારાઓની હાલત મુસોલિની જેવી થશે.
હવે ઉદ્ધવ જૂથ સુપ્રીમ કોર્ટમાં જશે ન્યૂઝ એજન્સી પ્રમાણે શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું, આ એક મોટું ષડયંત્ર અને બીજેપીનું જૂનું સપનું છે કે એક દિવસ અમે બાળા સાહેબ ઠાકરેની શિવસેનાને ખતમ કરી દઈશું.