હોળી-ધુળેટીના પર્વની રાજકોટ સહિત રાજ્યભરમાં પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી છે. શહેરના તમામ પાર્ટી પ્લોટમાં ડિજેના તાલે રાજકોટીયન્સે ઠુમકા લગાવ્યા હતા. મહત્વનું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી પાર્ટી પ્લોટમાં રંગોત્સવની ઉજવણીનો ટ્રેન્ડ વધ્યો છે.
ટીએસપી ઈવેન્ટ ઓર્ગેનાઈઝર મીલી ત્રિવેદી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતુ કે આ વર્ષે પાર્ટી પ્લોટમાં પરીવાર તેમજ મિત્રો સાથે ધૂળેટીની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. તમામ લોકો માટે ટીએસપી ગ્રુપ દ્વારા પાર્ટી પ્લોટમાં તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. ફેમીલી સાથે આવેલા લોકોને કોઈપણ પ્રકારની અગવડતા ન થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ લોકોએ પરીવાર સાથે રંગોત્સવની ઉજવણી કરી હતી.
આ ઉપરાંત મીલી ત્રિવેદીએ જણાવ્યું હતુ કે, ગત વર્ષ કરતા આ વર્ષે પાર્ટી પ્લોટમાં ધૂળેટી સેલીબ્રેશન માટે લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા. કેટલાક લોકોએ તો પહેલેથી જ ઈવેન્ટના પાસ પરીવાર તેમજ મિત્રો માટે ખરીદી લીધા હતા. ગત વર્ષ કરતા આ વર્ષે ક્રાઉડ વધુ જોવા મળ્યું હતું. આ ઉપરાંત ડીજે એચટુઓએ પોતાની ધૂન પર રાજકોટના લોકોને ડોલાવ્યા હતા.