રેસલિંગ ફેડરેશનના પૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. WFI મામલે તેઓ ગૃહમંત્રી અમિત શાહને મળી શકે છે. નોંધનીય છે કે અગાઉ પૂર્વ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) ના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહે રવિવારે કહ્યું હતું કે તેઓ રમતમાંથી નિવૃત્ત થયા છે કારણ કે તેમની પાસે બીજી ઘણી જવાબદારીઓ છે જેમાં આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પણ સામેલ છે. બ્રિજ ભૂષણે આ ટિપ્પણી ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા બાદ કરી હતી. અગાઉ રમત મંત્રાલયે WFI ને આગળના આદેશ સુધી સસ્પેન્ડ કરી દીધું હતું.
મંત્રાલયે બીજું શું કહ્યું?
સરકારે WFIની નવી ચૂંટાયેલી સંસ્થાને સસ્પેન્ડ કરવાના આધાર તરીકે ‘યોગ્ય પ્રક્રિયાને અનુસર્યા વિના અને ખેલાડીઓને તૈયારી માટે નોટિસ આપ્યા વિના’ અંડર-15 અને અંડર-20 રાષ્ટ્રીય સ્પર્ધાઓ યોજવાની ‘ઉતાવળમાં કરેલી જાહેરાત’નો ઉલ્લેખ કર્યો હતો. મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે નવી સંસ્થા ‘પૂર્વના પદાધિકારીઓના નિયંત્રણ હેઠળ સંપૂર્ણ રીતે કામ કરી રહી છે’ જે રાષ્ટ્રીય રમત સંહિતા અનુસાર નથી.
ડબ્લ્યુએફઆઈની ચૂંટણી 21 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી જેમાં બ્રિજ ભૂષણના વિશ્વાસુ સંજય સિંહ અને તેમની પેનલ ભારે માર્જિનથી જીતી હતી. બ્રિજ ભૂષણે કહ્યું, “મેં 12 વર્ષ સુધી કુસ્તીની સેવા કરી. સમય કહેશે કે તેણે સારું કર્યું કે ખરાબ. મેં હવે કુસ્તીમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. હું હવે આ રમત સાથે નાતો તોડી રહ્યો છું. હવે જે પણ નિર્ણય લેવાનો છે તે સરકારનો સંપર્ક કરવાનો છે કે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવાનો છે તે હવે નવા ચૂંટાયેલા સભ્યો દ્વારા નક્કી કરવામાં આવશે. લોકસભાની ચૂંટણી નજીકમાં છે અને મારે આગળ વધવું પડશે.