પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં BJP હેડક્વાર્ટરમાં બેઠક શરૂ થઈ ગઈ છે. શનીવારે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેઠકમાં ભાગ લેવા માટે બીજેપી હેડક્વાર્ટર પહોચ્યા હતા.
બીજેપી સીઈસીની બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા છે. આ બેઠક બાદ ઉમેદવારોની યાદી પણ આવી શકે છે. લોકસભા ચૂંટણી માટે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠક બાદ યુપી સહિત બાકીના 24 રાજ્યોના ઉમેદવારોના નામની પણ જાહેરાત થઈ શકે છે. સૌથી વધુ ધ્યાન ઉત્તર પ્રદેશ પર છે, જ્યાં અત્યાર સુધી ભાજપે 51 ઉમેદવારોની જાહેરાત કરી છે.
નોંધનીય છે કે આગામી લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાશે, જેની શરૂઆત 19 એપ્રિલના રોજ મતદાનથી થશે અને ત્યારબાદ સાતમા તબક્કાનું મતદાન 1 જૂને યોજાશે. 4 જૂને પરિણામ જાહેર થશે.
PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં BJP CECની બેઠક પાર્ટી મુખ્યાલયમાં ચાલી રહી છે. આ બેઠકમાં તમામ ટોચના નેતાઓ હાજર છે. સંભવતઃ આ બેઠક બાદ યુપીની બાકીની બેઠકો પરના ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે.
બીજેપી સીઈસી મીટિંગમાં પીએમ નરેન્દ્ર મોદી, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહ મંત્રી અમિત શાહ સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર છે. નોંધનીય છે કે આગામી લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાશે, જેની શરૂઆત 19 એપ્રિલના રોજ મતદાનથી થશે અને ત્યારબાદ સાતમા તબક્કાનું મતદાન 1 જૂને યોજાશે. 4 જૂને પરિણામ જાહેર થશે.