PM મોદીએ વારાણસીમાં રોડ શો દરમિયાન એમ્બ્યુલન્સને જવા દેવા માટે રોક્યો પોતાના કાફલો, જાણો અત્યાર સુધીમાં કેટલી વાર આવું થયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીની બે દિવસીય મુલાકાતે છે અને પ્રવાસના પહેલા દિવસે સંસદીય ક્ષેત્રમાં રોડ શો કરી રહ્યા હતા. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શો દરમિયાન એમ્બ્યુલન્સ આવી હતી. જેને જવા દવા માટે પીએમનો કાફલો રોકી દેવામાં આવ્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે વારાણસીની બે દિવસની મુલાકાતે છે અને તેમના સંસદીય મતવિસ્તારમાં રોડ શો દરમિયાન તેમણે એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે તેમના કાફલાને રોક્યો હતો. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી વારાણસી અને પૂર્વાંચલ માટે 19,000 કરોડ રૂપિયાથી વધુના 37 પ્રોજેક્ટનું લોકાર્પણ અને ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત પીએમ નમો ઘાટથી કાશી તમિલ સંગમમ 2.0નું ઉદ્ઘાટન પણ કરશે. આ સિવાય તેઓ કન્યાકુમારીથી વારાણસી સુધીની નવી ટ્રેનને લીલી ઝંડી બતાવશે.

આ પહેલીવાર નથી જ્યારે પીએમ મોદીએ પોતાના રોડ શો દરમિયાન એમ્બ્યુલન્સને રસ્તો આપ્યો હોય. અગાઉ પણ તેમણે કાફલાને રોકીને એમ્બ્યુલન્સને પસાર થવા માટે રસ્તો આપવામાં આવ્યો હતો. ગત વર્ષે ડિસેમ્બરમાં જ પીએમ મોદીના કાફલામાં એક એમ્બ્યુલન્સ આવી હતી અને તેના માટે પણ રસ્તો આપવામાં આવ્યો હતો. 1 ડિસેમ્બર 2022 ના રોજ પીએમ મોદી ગુજરાતના અમદાવાદમાં મેગા રોડ શો કરી રહ્યા હતા અને તે લગભગ 30 કિલોમીટર લાંબો રોડ શો હતો. આ સમય દરમિયાન એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે કાફલાને સાઈડલાઈન કરવામાં આવ્યો હતો.


ગયા વર્ષે 30 સપ્ટેમ્બરના રોજ જ્યારે પીએમ મોદી અમદાવાદથી ગાંધીનગર જઈ રહ્યા હતા, ત્યારે તેમણે કાફલામાં ફસાયેલી એમ્બ્યુલન્સને રસ્તો બનાવવા માટે તેમના કાફલાને અટકાવ્યો હતો. ગયા વર્ષે નવેમ્બરમાં પણ જ્યારે પીએમ મોદી હિમાચલના ચંબીની મુલાકાતે હતા અને તેમના કાફલા દરમિયાન એક એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી, ત્યારે તેમણે કાફલાને રોક્યો હતો અને રસ્તો આપી એમ્બ્યુલન્સને જવા દેવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *