ભારત અને ઈંગ્લેન્ડ (Ind vs Eng) વચ્ચે રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનો 5 વિકેટે વિજય થયો હતો. મેચ ખૂબ જ રોમાંચક હતી જ્યાં એક ક્ષણ માટે એવું લાગી રહ્યું હતું કે ઇંગ્લેન્ડ મેચ જીતી જશે પરંતુ ધ્રુવ અને ગીલે શાનદાર ભાગીદારી કરીને ભારતને મેચ જીતાડી દિધી હતી. ભારતની આ જીત બાદ સોશિયલ મીડિયા પર ટીમના ખૂબ વખાણ થઈ રહ્યા છે.વાસ્તવમાં ભારતીય ટીમ (Ind vs Eng 4th Test)એ ચોથા દિવસની રમતમાં 192 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ ચોથી ટેસ્ટ મેચ 5 વિકેટથી જીતીને સિરીઝમાં 3-1ની લીડ મેળવી લીધી છે. રાંચી ટેસ્ટમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. જો રૂટ અને ઓલી રોબિસનની ઈનિંગના આધારે ઈંગ્લેન્ડે 353 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ પ્રથમ દાવમાં માત્ર 177 રન જ બનાવી શકી હતી.
ઈંગ્લેન્ડની ટીમ મોટી લીડ લેવા તરફ આગળ વધી રહી હતી, પરંતુ ધ્રુવ જુરેલે એક સાઈડ ટકી રહીને આખી રમત બગાડી નાખી હતી. આ રીતે ટીમ 307 રન સુધી પહોંચી ગઈ હતી. આ ઇનિંગમાં યશસ્વી જયસ્વાલે 73 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડે પ્રથમ દાવના આધારે ભારતને 46 રનની લીડ અપાવી હતી. બીજા દાવમાં ઈંગ્લેન્ડની ટીમ 145 રનમાં સમેટાઈ ગઈ હતી. અશ્વિને 5 વિકેટ લીધી હતી, જ્યારે કુલદીપે 4 અને જાડેજાએ 1 વિકેટ લીધી હતી. ભારતીય ટીમે ધ્રુવ જુરેલ અને ગીલની ઈનિંગના દમ પર બીજી ઈનિંગમાં જીત મેળવી હતી.ભારતની જીત બાદ ઈરફાન પઠાણે આ પ્રતિક્રિયા આપી
ભારતની જીત બાદ દિગ્ગજ ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ઇરફાન પઠાણે X પર લખ્યું કે શ્રેણી-નિર્ધારિત ટેસ્ટમાં ધ્રુવ જુરેલનું અસાધારણ પ્રદર્શન ચમક્યું. તેણે બંને ઇનિંગ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.તેના સિવાય ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે X પર લખ્યું કે સિનિયરથી જુનિયર સુધીનું પ્રદર્શન આ મેચમાં બધું જ હતું! ભારતે વધુ એક શ્રેણી જીતી તે જોઈને આનંદ થયો. કોમ બૉક્સ પર મેં અદ્ભુત સમય પસાર કર્યો અને દરેક ક્ષણનો આનંદ માણ્યો, આશા છે કે તમે પણ કર્યું હશે.