ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 11 જાન્યુઆરી, ગુરુવારથી ત્રણ મેચની T20 શ્રેણી શરૂ થઈ હતી. ત્રણ મેચોની T20 શ્રેણીની પ્રથમ મેચ મોહાલીમાં રમાઈ હતી. ભારતે અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવીને 1-0ની લીડ મેળવી લીધી છે.
અફઘાનિસ્તાનના 159 રનના ટાર્ગેટના જવાબમાં ભારતે 17.3 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી હતી. શિવમ દુબેએ અણનમ 60 રન બનાવ્યા હતા. રિંકુ સિંહે અણનમ 19 રન બનાવ્યા હતા. જીતેશ શર્માએ 31 રનની ઇનિંગ રમી હતી.
ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. રોહિત શર્મા પ્રથમ ઓવરના બીજા બોલ પર રન આઉટ થયો હતો. શુભમન ગીલે 23 રનનું યોગદાન આપ્યું હતું. તિલક વર્માએ 26 રનની ઝડપી ઇનિંગ રમી હતી. અફઘાનિસ્તાનના મુજીબ-ઉર-રહેમાનને બે વિકેટ મળી હતી.
રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અફઘાનિસ્તાને પ્રથમ T20 મેચમાં ભારતને 159 રનનો ટાર્ગેટ આપ્યો છે. મોહમ્મદ નબીએ 27 બોલનો સામનો કરીને 42 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન નબીનો સ્ટ્રાઈક રેટ 155 હતો. ભારત તરફથી મુકેશ અને અક્ષરે બે-બે અને શિવ દુબેને એક સફળતા મળી હતી.