વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતની સૌથી મોટી જીત થઈ છે. આ સાથે ભારત સતત સાતમી મેચ જીતી ગયુ છે અને ફરી એકવાર પોઈન્ટ ટેબલમાં ટોપ પર આવી ગયુ છે. આ સાથે જ ભારત વર્લ્ડ કપની સેમીફાઇનલમાં પહોંચ્યું છે. મહત્વનું છે કે ભારતે શ્રીલંકાને 302 રને હરાવ્યું છે. મહોમ્મદ શામીએ 5, સિરાજે 3, બૂમરાહ અને જાડેજાએ લીધી એક વિકેટ લીધી હતી. શ્રીલંકાની ટીમની બેટિંગની વાત કરીએ તો 19.4 ઓવરમાં 55 રનમાં શ્રીલંકા ઓલઆઉટ થઈ ગયુ હતું.
ભારતે 2007માં બર્મુડાને 257 રનથી હરાવ્યું હતું
2023ના વર્લ્ડ કપમાં ટીમ ભારત સારા ફોર્મમાં દેખાઈ રહી છે. વર્લ્ડ કપમાં સતત 7મી મેચ જીતીને ભારતે વર્લ્ડ કપની સુપર-4માં એન્ટ્રી લઈ લીધી છે. આજના મેચની વાત કરીએ તો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતે શ્રીલંકાને નબળો નહીં પરંતુ મોટા એટલે કે 302 રનથી પરાજય આપ્યો છે. વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતની આ સૌથી મોટી જીત છે. ભારતે 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. ભારતે 2007માં બર્મુડાને 257 રનથી હરાવ્યું હતું.
શ્રીલંકાનો કારમો પરાજય
વર્લ્ડ કપના ઈતિહાસમા શ્રીલંકાનો આ કારમો પરાજય છે. શ્રીલંકાની આખી ટીમની બેટિંગની વાત કરીએ તો માત્ર ને માત્ર 19.4 ઓવરમાં 55 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમના પ્લેયરની વાત કરીએ તો મોહમ્મદ શમીએ 5 વિકેટ, સિરાજે 3 વિકેટ, બુમરાહ-જાડેજાએ 1-1 વિકેટ ઝડપી હતી. જ્યારે ભારતીય ટીમની બેટિંગની વાત કરીએ તો વિરાટ કોહલી 88, શુભમન ગિલ 92 રન કર્યા હતા. આ સાથે ટીમના અન્ય ખેલાડીઓની સારી ઈનિંગને કારણે ભારતે પહેલા બેટિંગ કરીને 357 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો.