હેંગઝોઉ ખાતે હાલ એશિયન પેરા ગેમ્સ ચાલી રહી છે. જેમાં ભારતે ઈતિહાસ રચી દિધો છે. ભારતના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. મહત્વનું છે કે, એશિયન ગેમ્સ બાદ હવે ભારતીય ખેલાડીઓ દ્વારા એશિયન પેરા ગેમ્સમાં રેકોર્ડ બનાવી દિધો છે. એશિયન પેરા ગેમ્સમાં ભારતીય ખેલાડીઓને ઇતિહાસ રચીને અત્યાર સુધીમાં 100 મેડલ જીત્યાં છે. કુલ મેડલ રેકિંગની વાત કરીએ તો હાલ ભારત ચોથા ક્રમ પર છે, જ્યારે ગોલ્ડ મેડલના આધારે આપવામાં આવતા રેન્કીંગમાં પાંચમાં ક્રમે ભારત છે.
એશિયન પેરા ગેમ્સના મેડલની વાત કરીએ તો ભારતને 25 ગોલ્ડ, 29 સિલ્વર, 45 બ્રોન્ઝ મેડલ મળીને 100 મેડલ જીત્યા છે. સૌથી વધુ મેડલની વાત કરીએ તો ચાઈનાને 195 ગોલ્ડ, 158 સિલ્વર અને 138 બ્રોન્ઝ મળીને કુલ 491 મેડલ, જાપાનને 37 ગોલ્ડ- 42 સિલ્વર અને 55 બ્રોન્ઝ મળીને ટોટલ 134 મેડલ અને કોરિયાની વાત કરીએ તો 28 ગોલ્ડ- 30 સિલ્વર અને 37 બ્રોન્ઝ મળીને ટોટલ 95 મેડલ જીત્યા છે.
ભારતીય પેરા ખેલાડીઓએ શુક્રવારે અહીં પેરા એશિયન ગેમ્સમાં સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ બનાવીને ઈતિહાસ રચ્યો હતો, જેમાં તેમની કુલ મેડલ સંખ્યા 100 થઈ ગઈ હતી, જેમાં 25 ગોલ્ડનો સમાવેશ થાય છે. ભારતે 2018માં ઈન્ડોનેશિયામાં 72 મેડલ જીતવાના તેના અગાઉના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. એશિયન ગેમ્સ માટે હજૂ બે દિવસ બાકી છે ત્યારે જોવું રહ્યું કે ભારત આ મેડલનો આંકડો હજૂ કેટલો પહોચાડશે.