દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, ટી20, વનડે અને ટેસ્ટ ત્રણેય માટે ત્રણ અલગ-અલગ કેપ્ટન

BCCIએ T-20 ODI અને ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. સૂર્યા ટી-20માં જ્યારે કેએલ રાહુલ વનડેમાં કેપ્ટનશીપ કરશે. રોહિત ટેસ્ટમાં ટીમની કમાન સંભાળશે. સંજુ સેમસનની વનડેમાં વાપસી થઈ છે. રોહિત કોહલી અને શુભમન ગિલને આરામ આપવામાં આવ્યો છે. રજત પાટીદારને ODI ટીમમાં સ્થાન મળ્યું છે.

દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCIએ T-20, ODI અને ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. સૂર્યા T-20માં જ્યારે કેએલ રાહુલ વનડેમાં કેપ્ટનશીપ કરશે. રોહિત ટેસ્ટમાં ટીમની કમાન સંભાળશે.

ગઈકાલથી એવી ઘણી ચર્ચા થઈ હતી કે BCCIના અધિકારીઓ રોહિત શર્માને T-20માં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ માટે મનાવી રહ્યા છે. હવે BCCIએ જાહેરાત કરી છે કે સૂર્યકુમાર યાદવ T-20માં દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતની કેપ્ટનશીપ કરશે. તમને જણાવી દઈએ કે 10 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલા પ્રવાસમાં ભારતે ત્રણ T20 ઈન્ટરનેશનલ, 3 ODI અને 2 ટેસ્ટ મેચની સીરિઝ રમવાની છે.

ગુરુવારે એટલે કે આજે BCCI સચિવ જય શાહ અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકર દિલ્હીમાં મળ્યા હતા અને ત્યાં T20 વર્લ્ડ કપ 2024 માટેના રોડમેપ પર ચર્ચા કરવામાં આવી હતી. નિયમિત T-20 કેપ્ટન હાર્દિક પંડ્યા વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે રમતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. તે આવતા મહિના સુધી પરત ફરી શકશે નહીં. આવી સ્થિતિમાં બીસીસીઆઈએ સૂર્યકુમાર યાદવને ફરીથી ટી-20ની કેપ્ટનશીપ કરવા માટે મનાવીને તેને આ જવાબદારી સોંપી. તે જ સમયે કેએલ રાહુલ ODIમાં ટીમની કમાન સંભાળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *