ઓસ્ટ્રેલિયા સામેની T-20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત, હાર્દિકની જગ્યાએ સૂર્યકુમારને મળી કેપ્ટનશીપ

વર્લ્ડ કપ સમાપ્ત થયા બાદ 23 નવેમ્બરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T-20 સિરીઝ રમાશે. આ માટે BCCIએ સોમવારે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. સૂર્યકુમારને યુવા ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે સંજુ સેમસન ટીમમાં જગ્યા બનાવી શક્યો ન હતો.

વર્લ્ડ કપ સમાપ્ત થયા બાદ 23 નવેમ્બરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T-20 સિરીઝ રમાશે. આ માટે BCCIએ સોમવારે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. સૂર્યકુમારને યુવા ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે ઋતુરાજ ગાયકવાડ એક મેચમાં વાઈસ કેપ્ટન રહેશે. જ્યારે બાકીની અન્ય બે મેચ માટે શ્રેયસ અય્યરને વાઈસ કેપ્ટન તરીકે જોડાશે.

હાર્દિકની જગ્યાએ સૂર્યકુમાર બન્યો કેપ્ટન

હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં સૂર્યકુમારને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રૂતુરાજ ત્રણ મેચ માટે વાઇસ કેપ્ટન રહેશે જ્યારે શ્રેયસ અય્યર બે મેચ માટે વાઇસ કેપ્ટન તરીકે ટીમ સાથે જોડાશે. વર્લ્ડ કપના વ્યસ્ત કાર્યક્રમ બાદ સિનિયર ખેલાડીઓને આ શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે.

Indian ટીમ:  

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), ઈશાન કિશન, રૂતુરાજ ગાયકવાડ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), તિલક વર્મા, વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ., પ્રસિદ્ધ કૃષ્ણ, આવેશ ખાન, મુકેશ કુમાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *