ઈન્ડોનેશિયા: જ્વાળામુખી ફાટવાથી મૃત્યુઆંક વધ્યો

ઇન્ડોનેશિયન બચાવ કાર્યકરોએ મંગળવારે માઉન્ટ મરાપીના જ્વાળામુખી ફાટ્યા બાદ વધુ મૃતદેહો બહાર કાઢ્યા હતા. મૃત્યુઆંક વધીને 23 થવાની આશંકા છે. સુમાત્રા પ્રાંતના પોલીસ વડા એડી માર્ડિયાંટોએ જણાવ્યું હતું કે વિસ્ફોટ સ્થળથી માત્ર થોડા જ મીટર દૂર મૃતદેહો મળી આવ્યા હતા.

પાંચ પર્વતારોહકોના મૃતદેહ મળી આવ્યા છે. માનવામાં આવે છે કે 18 લોકોના મોત થયા છે. અમે બાકીના ફસાયેલા લોકોને બહાર કાઢવામાં વ્યસ્ત છીએ. આશંકા છે કે ફસાયેલા લોકો કદાચ નહીં બચી શકે. આ પહેલા રવિવારે 11 પર્વતારોહકોના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી અને 50 થી વધુ પર્વતારોહકોને બચાવી લેવાયા હોવાના અહેવાલ છે.

ફસાયેલા લોકો બચી નહીં શકે

બચાવ કામગીરી અટકાવી દેવાઈ

સોમવારે થયેલા બીજા વિસ્ફોટ બાદ ધુમાડા આકાશમાં 800 મીટર સુધી ફેલાઈ ગઈ હતી, ત્યારબાદ બચાવ કામગીરી અટકાવી દેવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *