હમાસે શનિવારે એક નિવેદનમાં કહ્યું કે ઇઝરાયેલે ગાઝા પટ્ટીમાં હવાઈ હુમલો કર્યો છે. આ હુમલામાં તેમનો એક નેતા અહેમદ બહાર ઘાયલ થયો હતો. જે બાદ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જો કે હમાસ દ્વારા આ મામલે વધુ માહિતી આપવામાં આવી નથી. આ પહેલા તે હમાસના વડા સહિત અન્ય ઘણા વરિષ્ઠ પદો પર પણ કામ કરી ચૂક્યો છે.
ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે હમાસ નેતા અહમદ બહાર ઇઝરાયલી હુમલામાં માર્યા ગયા છે. હમાસે પુષ્ટિ કરી છે કે અહમદ બહારનું ગાઝા પટ્ટીમાં મૃત્યુ થયું છે. હમાસે કહ્યું કે ઈઝરાયેલે ગાઝા પટ્ટીમાં હુમલો કર્યો છે. આ હુમલામાં હમાસના એક નેતાનું મોત થયું છે.
હમાસે એક નિવેદન જારી કરીને મૃત્યુની પુષ્ટિ કરી
હમાસે શનિવારે એક નિવેદનમાં કહ્યું કે ઇઝરાયેલે ગાઝા પટ્ટીમાં હવાઈ હુમલો કર્યો છે. આ હુમલામાં તેમનો એક નેતા અહમદ બહાર ઘાયલ થયો હતો. જે બાદ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જો કે હમાસ દ્વારા આ મામલે વધુ માહિતી આપવામાં આવી નથી.
ઈઝરાયેલના હુમલામાં અહેમદ બહારનું મોત થયું
સિન્હુઆ ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર અહેમદ બહાર હમાસનો મોટો નેતા હતો. 7 ઓક્ટોબરે જ્યારે હમાસ દ્વારા ઇઝરાયેલ પર હજારો રોકેટ છોડવામાં આવ્યા હતા. ત્યારથી અહેમદ બહાર યુદ્ધમાં મોટી ભૂમિકા ભજવી રહ્યો હતો. જો કે ઈઝરાયેલના હુમલામાં અહેમદ બહાર માર્યો ગયો હતો.