Israel-Hamas War: ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે પેલેસ્ટાઇનને મળ્યા નવા વડાપ્રધાન

મોહમ્મદ મુસ્તફાને પેલેસ્ટાઈનના આગામી વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અર્થશાસ્ત્રી મોહમ્મદ મુસ્તફા ઇઝરાયેલના કબજા હેઠળના પશ્ચિમ કાંઠે પેલેસ્ટિનિયન સરકારનું નેતૃત્વ કરશે.

પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે મોહમ્મદ મુસ્તફાને દેશના આગામી પીએમ તરીકે નિયુક્ત કર્યા છે. વેસ્ટ બેંકમાં વધી રહેલી હિંસા અને ગાઝામાં યુદ્ધને કારણે થોડા દિવસો પહેલા મોહમ્મદ શતયેહે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું. મુસ્તફાનો જન્મ 1954માં પશ્ચિમ કાંઠાના શહેર તુલકારેમમાં થયો હતો. તેમણે જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની પદવી મેળવી.

પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે તેમને પીએમ પદ માટે નિયુક્ત કર્યા છે. વેસ્ટ બેંકમાં વધી રહેલી હિંસા અને ગાઝામાં યુદ્ધને કારણે થોડા દિવસો પહેલા મોહમ્મદ શતયેહે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું.

પેલેસ્ટિનિયન લોકો ચૂંટણી ઇચ્છે છે: રાજકીય વિશ્લેષક
પેલેસ્ટાઇનમાં નવા પીએમની નિમણૂક પર, રાજકીય વિશ્લેષક હાની અલ-મસરીએ કહ્યું, “એવું જરૂરી નથી કે પેલેસ્ટાઈન અંગે અમેરિકા કે અન્ય કોઈ દેશ જે પરિવર્તન ઈચ્છે છે તે જ પરિવર્તન લોકો પણ ઈચ્છે છે. લોકો રાજનીતિમાં વાસ્તવિક પરિવર્તન ઈચ્છે છે અને માત્ર ચહેરાના બદલાવને જ નહીં. “લોકો ખરેખર ચૂંટણી ઇચ્છે છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *