બિઝનેસ ટાઈફૂન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે ફરી એકવાર શરણાઈના શૂર વાગશે. તેમના દિકરા અનંત અંબાણી અને તેમની મંગેતર રાધિકા મર્ચન્ટનું પ્રી-વિડિંગનું આયોજન કરાયું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અનંત અંબાણી-રાધિકા પ્રી-વેડિંગ ફંક્શનને સમાચાર સામે આવી છે. જેમાં નવી આવેલી અપડેટની વાત કરીએ તો અનંત અને રાધિકાની લગ્નનનું પ્રી વેડિંગ કાર્ડ પણ સામે આવ્યું છે. જે સોશિયલ મીડિયા પર ખાસ કારણથી વાયરલ થઈ રહ્યું છે. મહત્વનું છે કે ગુજરાતી પરંપરા અનુસાર એંટીલિયામાં ગોળ ધાણા અને ચુંદડી વિધીનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રી-વેડિંગ ફંકશનની વાત કરીએ તો અનંત અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન આગામી માર્ચ મહિનામાં થશે. 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન હલ્દી, મહેંદી અને સંગીત જેવા અનેક ફંક્શનનોનું આયોજન કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર પ્રી-વેડિંગ કાર્ડની તસવીરો પણ જોવા મળી રહી છે. કાર્ડમાં મુકેશ અને નીતા અંબાણીએ હાથથી લખેલો છે. આ વેડિંગ કાર્ડમાં પ્રી-વેડિંગ ફંક્શન ક્યાં થશે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જાણો રાધિકા મર્ચન્ટ વિશે…
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીની નાની વહુ સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે. અંબાણી પરિવારમાં નાની વહુ તરીકે પ્રવેશ કરવા જઈ રહેલી રાધિકા બિઝનેસમેન વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની દીકરી છે. રાધિકા મર્ચન્ટના પિતા એન્કોર હેલ્થકેરના સીઈઓ છે અને તેમની ગણતરી ભારતની સૌથી ધનિક વ્યક્તિઓમાં થાય છે. રાધિકા તેના પિતાની એન્કોર હેલ્થકેરના બોર્ડમાં ડિરેક્ટર છે.