જેટકોની ભરતી પરીક્ષા વિવાદ મામલે આજે 6 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં મહેસાણા, ધાનેરાના અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. મહત્વનું છે કે પોલ કલાઇમબિંગ ટેસ્ટ પ્રક્રીયામાં ત્રણેય અધિકારીઓની બેદરકારી સામે આવી હતી.
બેદરકારી સામે આવતા પરીક્ષા કરાઈ હતી રદ્દ
જેટકો દ્વારા લેવામાં આવેલ પરીક્ષામાં ગેરરીતી થઈ હોવાની રજૂઆત બાદ જેટકો દ્વારા તપાસ કરાવવામાં આવતા અધિકારીઓની બેદકારી સામે આવી હતી. જે બાદ જેટકો દ્વારા ત્રણ ઝોનની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી.
છ અધિકારીને કરાયા સસ્પેન્ડ
પરીક્ષા રદ્દ કર્યા બાદ પણ વિવાદ શાંત થવાનું નામ ન લેતા વડોદરા જેટકોની ઓફીસ બહાર પરીક્ષાર્થીઓ દ્વારા ધરણા પ્રદર્શન કરી રજૂઆત કરી હતી. તેમજ અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. જે બાદ આજે જેટકો દ્વારા બેદરકારી દાખવનાર 6 અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ છ અધિકારીઓને કરાયા સસ્પેન્ડ
જેટકો દ્વારા ભતી પરીક્ષાનાં વિવાદ મામલે એન્જીનીયક અને ડેપ્યુટી એન્જીનીયર કક્ષાનાં 6 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. જેમાં મહેસાણા ડિવિઝનનાં ડેપ્યુટી ઈજનેર કે.એચ.પરમાર, ધાનેરા કાર્યપાલક ઈજનેર એસ.આર.યાદવ, મહેસાણાનાં કાર્યપાલક ઈજનેર બી.જે.ચૌધરીને જૂનાગઢ અને જામનગર ખાતે પોલ ક્લાઈમબિંગ ટેસ્ટ પ્રક્રિયામાં ત્રણેય અધિકારીઓની બેદરકારી સામે આવી હતી. તેમજ પરીક્ષા રદ્દ કરવાની પરિસ્થિતિ અને જેટકો તથા સરકારની થઈ રહેલી બદનામી માટે ત્રણેય અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. અને ચીફ એન્જીનીયર એ.બી. રાઠોડ દ્વારા ત્રણેયને સસ્પેન્ડ કર્યા હતા.