Kane Williamson નું શાનદાર કમબેક, પાકિસ્તાન સામે હાંસલ કરી મોટી સિદ્ધિ, સચિન-રોહિતની ક્લબમાં મારી એન્ટ્રી

ICC ODI વર્લ્ડ કપ 2023 ની 35મી મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં પાકિસ્તાનની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

ખાસ ક્લબમાં કર્યો પ્રવેશ
પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડના ઓપનર રચિન રવિન્દ્રએ ડેવોન કોનવે સાથે મળીને શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ કોનવે વહેલી આઉટ થઈ ગયો હતો. આ પછી કેપ્ટન કેન વિલિયમસન મેદાનમાં આવ્યો અને ટીમની ઇનિંગની જવાબદારી સંભાળી હતી. કેન વિલિયમસને આ મેચમાં 11 રન બનાવીને વર્લ્ડ કપમાં પોતાના 1000 રન પૂરા કર્યા હતા. આ સાથે તેમણે એક ખાસ ક્લબમાં પણ પ્રવેશ કરી લીધો છે.

કિવી ટીમનો ત્રીજો બેટ્સમેન
હકીકતમાં ન્યૂઝીલેન્ડ ટીમના કેપ્ટન કેન વિલિયમસને પાકિસ્તાન સામે 11 રન બનાવીને વર્લ્ડ કપમાં 1000 રન પૂરા કર્યા હતા. આવું કરનાર તે કિવી ટીમનો ત્રીજો બેટ્સમેન બની ગયો છે.

પાકિસ્તાન સામે કર્યુ કમબેક
તમને જણાવી દઈએ કે વિલિયમસન ઈજાના કારણે લાંબા સમય સુધી બહાર હતો, પરંતુ તેણે પાકિસ્તાન સામેની મેચમાં પુનરાગમન કર્યું અને બેંગલુરુ પહોંચતા જ તેણે પોતાનો દબદબો જમાવી લીધો છે. વિલિયમસને 25 મેચની 24મી ઇનિંગમાં 1000 વર્લ્ડ કપ રન પૂરા કર્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *