રિલાયન્સ રિટેલ ઇન્ડસ્ટ્રીના જિયો વર્લ્ડ પ્લાઝા મોલનો ઉદઘાટન સમારોહ આજે મુંબઈમાં યોજાયો હતો. આ દરમિયાન અંબાણી પરિવારના આ ખાસ કાર્યક્રમમાં ઘણા ફિલ્મ સ્ટાર્સે ભાગ લીધો હતો.
રિલાયન્સ રિટેલ ઈન્ડસ્ટ્રીના જિયો વર્લ્ડ પ્લાઝા મોલના ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફનો લૂક એકદમ ફીક્કો જોવા મળ્યો હતો.

એક્ટ્રેસનો લૂક જોઈને એક યુઝરે કહ્યું- તેની હેરસ્ટાઈલ ક્યારે બદલાશે, જ્યારે અન્ય યુઝરે કહ્યું- કોઈ ખાસ લુક પસંદ નથી આવ્યો.

આલિયા ભટ્ટે તેની કિલર સુંદરતાથી તબાહી મચાવી છે. બ્લેક ગાઉનમાં આલિયા ભટ્ટ ખૂબ જ સુંદર લાગી રહી છે.

આલિયાએ પોતાના કિલર લુક્સથી આ ફોટોઝની સુંદરતામાં વધુ વધારો કર્યો છે. આ તસવીરો શેર કરતી વખતે આલિયાએ લખ્યું- નાઈટ આઉટ

આ સિવાય અભિનેત્રી દીપિકા પાદુકોણનો લૂક પણ ચાહકોને પસંદ આવ્યો હતો. તેની સ્ટાઈલના દરેક લોકો દિવાના બની ગયા.

દીપિકા પાદુકોણે શોર્ટ ડ્રેસમાં તમામ લાઈમલાઈટ કબજે કરી હતી. દર વખતની જેમ તેણે પોતાનો લુક એકદમ ગ્લેમરસ રાખ્યો હતો.

દીપિકા પાદુકોણની સુંદરતાએ લોકોના દિલ જીતી લીધા હતા, આ દરમિયાન અભિનેત્રીએ કેમેરા સામે ઘણા બધા પોઝ આપ્યા હતા.
