કેરળ: કોરોનાના 111 નવા કેસની પુષ્ટિ, અત્યાર સુધીમાં 1600 વધુ કેસ નોંધાયા, નવું વેરિઅન્ટ JN.1 સામે આવ્યા બાદ કેન્દ્રએ જાહેર કરી એડવાઈઝરી, 

કેરળમાં કોરોના JN.1ના નવા સબવેરિયન્ટની પુષ્ટિ થયા બાદ આ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. ખરેખર તો કેરળની 79 વર્ષીય મહિલામાં તેની પુષ્ટિ થઈ હતી. મહિલાના RT-PCR ટેસ્ટનું પરિણામ 18 નવેમ્બરે આવ્યું હતું. જેમાં ઈન્ફલ્યુએન્ઝા જેવા રોગના હળવા લક્ષણો જોવા મળ્યા હતા.

દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ વધવા લાગ્યા છે. તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને એડવાઈઝરી જાહેર કરી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને લોકોની સુરક્ષા માટે કેટલાક સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેથી આ વાયરસના ફેલાવાના જોખમને શક્ય તેટલું ઓછુ કરી શકાય.

આ એડવાઈઝરીમાં રાજ્યોને ઈન્ફલ્યુએન્ઝા જેવા રોગોના જિલ્લાવાર ડેટા પર નજર રાખવાની સૂચના આપવામાં આવી છે. તેમજ આ બાબતે નિયમિત અપડેટ આપતા રહેવા તેમજ અપડેટ રહેવા માટે જણાવવામાં આવ્યું છે.

કેરળમાં કોરોના JN.1ના નવા સબવેરિયન્ટની પુષ્ટિ થયા બાદ આ એડવાઈઝરી જારી કરવામાં આવી છે. ખરેખર, કેરળની 79 વર્ષીય મહિલામાં તેની પુષ્ટિ થઈ હતી. મહિલાનું RT-PCR ટેસ્ટનું પરિણામ 18 નવેમ્બરે આવ્યું હતું. જેમાં ઈન્ફલ્યુએન્ઝા જેવા રોગના હળવા લક્ષણો હતા અને તે કોવિડ-19માંથી સ્વસ્થ થઈ ગઈ છે. આ પહેલા સિંગાપુરથી પરત આવેલા તમિલનાડુના એક વ્યક્તિમાં પણ JN.1 સબ-વેરિયન્ટ મળી આવ્યો હતો. આ વ્યક્તિ તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાનો રહેવાસી હતો અને 25 ઓક્ટોબરે સિંગાપુર ગયો હતો.

નિષ્ણાતો શુ કહી રહ્યા છે આ વેરિયન્ટ મામલે…

આ નવા વેરિઅન્ટ વિશે માહિતી આપતાં ભારતીય SARS-CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG)ના ચીફ ડૉ. એન.કે. અરોરાએ સમાચાર એજન્સી ANIને કહ્યું, ‘આ BA.2.86નું સબ-વેરિઅન્ટ છે. અમારી પાસે JN.1 ના કેટલાક કેસો છે. તેમણે કહ્યું, ‘ભારત નજર રાખી રહ્યું છે અને તેથી જ અત્યાર સુધી કોઈ હોસ્પિટલમાં દાખલ કે ગંભીર બીમારીની જાણ થઈ નથી.’

આ JN.1 વેરિયન્ટ અગાઉના વેરિયન્ટથી કેટલું છે અલગ ?

નેશનલ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન કોવિડ ટાસ્ક ફોર્સના સહ-અધ્યક્ષ રાજીવ જયદેવનના જણાવ્યા અનુસાર, ‘JN.1 એ ગંભીર રીતે ઝડપથી ફેલાતો પ્રકાર છે, જે XBB અને આ વાયરસના અગાઉના તમામ પ્રકારોથી સ્પષ્ટપણે અલગ છે. તે એવા લોકોને સંક્રમિત કરવામાં સક્ષમ છે જેમને અગાઉ કોવિડ ચેપ લાગ્યો હોય અને જેમને રસી આપવામાં આવી હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *