ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 111 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે, જેમાં નવીન જિંદાલ અને કંગના રનૌતનો સમાવેશ થાય છે.
ભાજપે લોકસભા ચૂંટણી માટે પાંચમી યાદી જાહેર કરી છે. આ યાદી અનુસાર કંગના રનૌત હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે. જ્યારે નવીન જિંદાલને હરિયાણાના કુરુક્ષેત્રથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. રવિશંકર પ્રસાદને પટના સાહિબથી ટિકિટ આપવામાં આવી છે.
નવીન જિંદાલને ટિકિટ મળી
પાર્ટીએ નવીન જિંદાલને પણ મેદાનમાં ઉતાર્યા છે, જેઓ કોંગ્રેસનું સભ્યપદ છોડીને ભાજપમાં જોડાયા છે. બીજેપીમાં જોડાયાના એક કલાક બાદ જ કુરુક્ષેત્રથી નવીન જિંદાલના નામની જાહેરાત કરવામાં આવી હતી, જ્યારે લિસ્ટમાં કંગના રનૌતનું નામ પણ બધાને ચોંકાવી દીધા હતા. ભાજપે કંગના રનૌતને મંડીથી ઉમેદવાર બનાવ્યા છે.