Lok Sabha Election 2024: આવતીકાલે લોકસભા ચૂંટણીની તારીખો થશે જાહેર, ચૂંટણી પંચ બપોરે 3 વાગ્યે કરશે પ્રેસ કોન્ફરન્સ

આવતીકાલે લોકસભાની ચૂંટણીની જાહેરાત થવા જઈ રહી છે. ચૂંટણી પંચ આવતીકાલે બપોરે 3 કલાકે ચૂંટણીની તારીખો અંગે પત્રકાર પરિષદ યોજવાનું છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે આ જાણકારી આપી છે.

લોકસભા ચૂંટણીની તારીખોને લઈને ચૂંટણી પંચ આવતીકાલે બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યું છે. ખુદ ચૂંટણી પંચે આ જાણકારી આપી છે. ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી 2024 તારીખની જાહેરાત કરવાની પ્રેસ હશે. જેનું ECI ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે.

આવતીકાલે લોકસભાની ચૂંટણીની જાહેરાત થવા જઈ રહી છે. અગાઉની 2019ની ચૂંટણી 10 માર્ચે જ જાહેર કરવામાં આવી હતી. ચૂંટણી પંચે 2019માં લોકસભા ચૂંટણીની જાહેરાત રવિવારે કરી હતી, પરંતુ આ વખતે તેની જાહેરાત શનિવારે કરવામાં આવશે.

6 થી 7 તબક્કામાં યોજાઈ શકે છે ચૂંટણી

ગત વખતે લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાઈ હતી. આ વખતે પણ 6 થી 7 તબક્કામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે.

બંને ચૂંટણી કમિશનરોએ આજે જ સંભાળ્યો ​​ચાર્જ

સામાન્ય ચૂંટણીની જાહેરાત પહેલા બંને નવનિયુક્ત ચૂંટણી કમિશનરોએ આજે ​​ચાર્જ સંભાળી લીધો છે. નવા નિયુક્ત ચૂંટણી કમિશનરો જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુનું મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે સ્વાગત કર્યું હતું. ભૂતપૂર્વ અમલદારોને ગુરુવારે ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *