ગુજરાત કોંગ્રેસને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસ નેતા લલિત વસોયાને પોરબંદરથી ચૂંટણી લડવા માટે સૂચના આપવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે કોંગ્રેસના નેતા લલિત વસોયાને આજે સાંજે હાઈકમાન્ડનો ફોન આવ્યો હતો. જેમાં લલિતભાઈને પોરબંદરથી લોકસભાની ચૂંટણી લડવા માટેની સૂચના આપવામાં આવી છે.
કોંગ્રેસ પાર્ટીએ વર્ષ 2017માં લલિત વસોયાને વિધાનસભા ટિકિટ આપી હતી. વર્ષ 2019માં પોરબંદર લોકસભાની ટિકિટ આપી હતી અને વર્ષ 2022માં પણ ફરીથી વિધાનસભાની ટિકિટ આપી હતી.
દિલ્લીમાં કોંગ્રેસની ચૂંટણી સમિતિની બેઠક વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં કોંગ્રેસ નેતા લલિત વસોયાને દિલ્લીથી ફોન આવ્યો હતો અને પોરબંદરથી ચૂંટણી લડવા માટેની સૂચના આપવામાં આવી છે. મહત્વનું છે કે ભાજપ પાર્ટીએ પહેલા જ પોરબંદર સીટ પર ઉમેદવારનું નામ જાહેર કરી દિધુ છે. પોરબંદર બેઠક પર ભાજપના મનસુખ માંડવીયા લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ તેમની સામે લલિત વસોયાને મેદાને ઉતાર્યા છે.