ગાંધારી રાજા ધૃતરાષ્ટ્રની પત્ની અને કૌરવોની માતા હતી. તે તેના સો પુત્રો ગુમાવવાથી અત્યંત દુઃખી હતી. આ કારણથી તેણે ભગવાન કૃષ્ણને શ્રાપ આપ્યો હતો કે તેમની સામે તેમનો વંશ નાશ પામશે, જે સાચો પણ સાબિત થયો હતો. મહાભારતના યુદ્ધના થોડા વર્ષો પછી સમગ્ર દ્વારકા શહેર પાણીમાં ડૂબી ગયું હતું.
બેટ દ્વારકામાં ભગવાન કૃષ્ણનું પ્રાચીન મંદિર છે, જે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને સમર્પિત છે. પાણીમાં સ્થિત આ પવિત્ર મંદિર વિશે ઘણી ધાર્મિક માન્યતાઓ અને પૌરાણિક કથાઓ પ્રચલિત છે. પ્રસિદ્ધ માન્યતાઓ અનુસાર, મહાભારતના મુખ્ય પાત્રોમાંના એક ગાંધારીને દ્વારકા નગરીના વિનાશનું કારણ માનવામાં આવે છે, તેનું કારણ જાણીને તમને આશ્ચર્ય થશે. તો ચાલો જાણીએ
ગાંધારી ભગવાન કૃષ્ણને માનતી હતી દોષી
તમને જણાવી દઈએ કે ગાંધારી રાજા ધૃતરાષ્ટ્રની પત્ની અને કૌરવોની માતા હતી. મહાભારતના યુદ્ધ દરમિયાન દેવી ગાંધારીને તેના સો પુત્રોનો વિનાશ જોવો પડ્યો હતો, જેના કારણે તે અત્યંત ક્રોધ અને પીડાથી ભરાઈ ગઈ હતી અને તેણે ભગવાન શ્રી કૃષ્ણને પોતાના દુઃખનું કારણ માન્યું હતું.
વાસ્તવમાં યુદ્ધ દરમિયાન મુરલીધર (શ્રી કૃષ્ણ) એ કૌરવોનો વિરોધ કરતા પાંડવોને ટેકો આપ્યો હતો, જેના કારણે તેમની જીત થઈ અને ગાંધારીના સો પુત્રોનું મૃત્યુ થયું.
આ કારણે દ્વારકાનો થયો નાશ
પુત્રો ગુમાવવાથી માતા ગાંધારીએ ગુસ્સે થઈને ભગવાન કૃષ્ણને શ્રાપ આપ્યો કે ‘જેમ મારા કુળનો નાશ થયો છે તેવી જ રીતે તારી નજર સામે તારું કુળ પણ નાશ પામશે.’ એવું માનવામાં આવે છે કે દેવી ગાંધારીના આ શ્રાપને કારણે મહાભારતના યુદ્ધના થોડા વર્ષો પછી સમગ્ર દ્વારકા શહેર પાણીમાં ડૂબી ગયું હતું અને તેનો શ્રાપ પૂરો થયો હતો. જો કે, ભગવાન કૃષ્ણને માતા ગાંધારી પાસેથી આ શ્રાપની અપેક્ષા હતી, જેના કારણે તેમણે તેને વરદાન માનીને સ્વીકારી લીધો હતો.