મણિપુરમાં હિંસા વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં મૈતેઈ ઉગ્રવાદી સંગઠનો અને તેમના સાથી સંગઠનો પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ અને સુરક્ષા દળો પર ઘાતક હુમલાઓમાં સંડોવાયેલ નવ મૈતેઈ ઉગ્રવાદી સંગઠનો અને તેમના સાથી સંગઠનો પર પ્રતિબંધ લગાવી દીધો છે.
વિગત મુજબ પીપલ્સ લિબરેશન આર્મી (PLA) અને તેની રાજકીય પાંખ, રિવોલ્યુશનરી પીપલ્સ ફ્રન્ટ (RPF), યુનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (UNLF) અને તેની સશસ્ત્ર પાંખ સહિતના જૂથોને પાંચ વર્ષ માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યા છે. મણિપુર પીપલ્સ આર્મી (MPA). તેમાં પીપલ્સ રિવોલ્યુશનરી પાર્ટી ઓફ કંગલીપાક (PREPAK) અને તેની સશસ્ત્ર પાંખ રેડ આર્મી, કાંગલીપાક કમ્યુનિસ્ટ પાર્ટી (KCP), તેની સશસ્ત્ર પાંખ (જેને રેડ આર્મી તરીકે પણ ઓળખવામાં આવે છે), કાંગલી યાઓલ કનબા લુપ (KYKL), સંકલન, કમિટી (કોરકોમ) અને એલાયન્સ ફોર સોશ્યલિસ્ટ યુનિટી કંગલીપાક (એએસયુકે) સહિતનાઓનો પણ સમાવેશ થાય છે.