માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુ જીદ દેશવાસીઓને ભારે પડી રહી છે. માલદીવ સરકારે તબીબી સ્થળાંતર માટે ભારતીય હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં ખચકાટ દર્શાવ્યો અને હોસ્પિટલ પહોંચવામાં મોડું થવાને કારણે એક બાળકે જીવ ગુમાવ્યાના સમાચાકર સામે આવ્યા છે.
માલદીવના નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુની ભારતનો વિરોધ કરવાની જીદનો માર માલદીવના નાગરિકોને સહન કરવો પડી રહ્યો છે. માહિતી જાણે એમ છે કે, ભારત પ્રત્યેની તેની નફરતમાં મુઇઝ્ઝુએ વાતની પણ પરવા નથી કરી રહ્યા કે, તેમની જીદ તેમના પોતાના નાગરિકોના જીવનને જોખમમાં મૂકી રહી છે. એક 13 વર્ષના બાળકે જરૂરી તબીબી સારવારમાં વિલંબને કારણે જીવ ગુમાવ્યો પડ્યો છે.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, માલદીવ સરકારે તબીબી સ્થળાંતર માટે ભારતીય હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં ખચકાટ દર્શાવ્યો અને હોસ્પિટલ પહોંચવામાં મોડું થવાને કારણે બાળકે જીવ ગુમાવ્યો. મહત્વનું છે કે, ભારતે માલદીવને તબીબી સ્થળાંતર અને આપત્તિ રાહત કામગીરી માટે બે નેવલ હેલિકોપ્ટર અને એક ડોર્નિયર એરક્રાફ્ટ પ્રદાન કર્યું હતું.
આ તરફ ભારતીય હેલિકોપ્ટરનો ઉપયોગ ન કરવાની ટીકાનો જવાબ આપતા માલદીવના સંરક્ષણ પ્રધાન મોહમ્મદે કહ્યું કે, માલદીવિયન એરલાઇન્સ દ્વારા હજુ પણ 93 ટકા સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. બાળકના મૃત્યુથી ઘેરાયેલા રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુના બચાવમાં દલીલ કરતા મોહમ્મદે કહ્યું કે, તબીબી કામગીરી માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી)માં રાષ્ટ્રપતિને જાણ કરવાની અથવા તેમની પાસેથી પરવાનગી લેવાની જરૂર નથી. આવા કિસ્સાઓમાં સંબંધિત સંસ્થાઓ વચ્ચે સંકલન હોય છે. કોણ કહી શકે કે, સ્થાનિક વહીવટીતંત્ર પણ સરકારની નીતિઓ મુજબ જ કામ કરે છે, આ માટે જરૂરી નથી કે દરેક નાના-મોટા કામ રાષ્ટ્રપતિને પૂછીને જ થાય.