મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન ઉગ્ર બન્યું, ધારાસભ્યોના ઘરો,ઓફિસોને નિશાન બનાવી રહ્યાં છે પ્રર્દશનકારી

મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલનની આગ તેજીથી ફેલાઈ રહી છે. ગુસ્સે ભરાયેલા મરાઠા પ્રર્દશનકારીઓ હવે ધારાસભ્યોના ઘરોમાં, ઓફિસમાં અને ધંધાર્થની જગ્યાઓને નિશાન બનાવી રહ્યાં છે. મહારાષ્ટ્રના અલગ અલગ વિસ્તારના અનેક વીડિયો સામે આવ્યા છે. જેમાં દેખાઈ રહ્યું છે કે, ગુસ્સે ભરાયેલા પ્રર્દશનકારી શરદ પવાર જૂથના કાર્યાલયોને નિશાન બનાવી રહ્યાં છે. આ સિવાય એક ધારાસભ્યની હોટલમાં પણ આંગચંપીનો બનાવ સામે આવ્યો છે.

રાજ્ય સરકારના પૂર્વ મંત્રી જયદત્તજી ક્ષીરસાગરની ઓફિસમાં આગ લગાવવાની ઘટના સામે આવી છે. આ પહેલા ધારાસભ્ય સંદીપ ક્ષીરસાગરના ઘરે મરાઠા આંદોલનકારીઓએ ધૂસી જઈ પાંચથી છ ગાડીઓમાં આગ લગાવી દીધી હતી. તે પહેલા પ્રર્દશનકારીઓની ભીડએ જિલ્લાના માજગામમાં અજિત પવાર જૂથના એનસીપી ધારાસભ્ય પ્રકાશ સોલંકીના બંગલામાં આગ લગાવી હતી. આ દરમિયાન બંગલામાં પાર્ક કરેલા આઠથી 10 ટુ વ્હીલર બળીને ખાખ થઈ ગયા હતા.

મરાઠા અનામતને લઈ રાજનીતિ દળોના નેતાઓ તેમની સ્પષ્ટતા ન કરતા તેઓ નારાજ થયા છે. જેના કારણે આ પ્રર્દશનકારી તેમના ઘરોમાં ઘૂસી આગચંપી કરી રહ્યાં છે અને તેમનો ગુસ્સો નીકાળી રહ્યાં છે. મરાઠા અનામત આંદોલન હવે હિંસક સ્વરૂપ ધારણ કરી રહ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *