ડ્રાઈવર્સ યુનિયન અને સરકાર વચ્ચે બેઠક પૂર્ણ, હિટ એન્ડ રનનો કાયદો હાલ અમલમાં નહીં આવે, હડતાળ પાછી ખેંચવાની અપીલ

કેન્દ્ર સરકારે ટ્રક ડ્રાઈવરોને કામ પર પાછા ફરવાની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે બે દિવસથી ડ્રાઇવરોની હડતાળ ચાલી રહી છે. ત્યારે આજે ડ્રાઈવર્સ યુનિયન અને સરકાર વચ્ચે મંત્રણા થઈ હતી. જેમાં હિટ એન્ડ રનનો કાયદો હાલ અમલમાં નહીં આવવાની વાત થઈ હતી. આ સાથે ડ્રાઈવરોને હડતાળ પાછી ખેચવાની અપીલ કરવામાં આવી છે.

હિટ એન્ડ રન (અકસ્માત બાદ સ્થળ પરથી ભાગી જવું) અંગેના નવા કાયદા સામે બે દિવસથી ચાલી રહેલા ટ્રક ચાલકોનો વિરોધ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે. કેન્દ્ર સરકારે ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ (AIMTC) સાથેની બેઠક બાદ ડ્રાઈવરોને હડતાળ પાછી ખેંચવાની અપીલ કરી હતી. સરકારે કહ્યું કે આ કાયદો હાલમાં લાગુ કરવામાં આવશે નહીં.

ગૃહ મંત્રાલયે બેઠક બાદ કહ્યું કે હજુ સુધી આ કાયદો લાગુ કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં સરકાર ડ્રાઇવરોની ચિંતાઓ પર ખુલ્લા મન સાથે ચર્ચા કરવા તૈયાર છે. ગૃહ સચિવ અજય ભલ્લાએ જણાવ્યું હતું કે, “અમે ભારતીય ફોજદારી પ્રક્રિયા (BNS)ની કલમ 106 (2) માં 10 વર્ષની જેલ અને દંડની જોગવાઈ અંગે વાહનચાલકોની ચિંતાઓને ધ્યાનમાં લીધી છે.”

ભલ્લાએ વધુમાં જણાવ્યું હતું કે, “ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ (AIMTC)ના પ્રતિનિધિઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. સરકાર નિર્દેશ કરવા માંગે છે કે આ જોગવાઈઓ હજુ સુધી લાગુ કરવામાં આવી નથી. અમે જણાવવા માંગીએ છીએ કે આ વિભાગને લાગુ કરતા પહેલા ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ સાથે ચર્ચા કરવામાં આવશે. અમે તમામ ડ્રાઇવરોને તેમના કામ પર પાછા ફરવાની અપીલ કરીએ છીએ.

ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે શું કહ્યું?

ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના અધ્યક્ષ બાલ મલકિત સિંહે કહ્યું કે ડ્રાઈવરો તમારી ચિંતા છે, તે અમારી ચિંતા છે. અમે 28 ડિસેમ્બરે વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને નુકસાન અંગે પત્ર લખ્યો હતો, પરંતુ ઘણીવાર એવું જોવા મળે છે કે સરકાર યોગ્ય સમયે ધ્યાન નથી લેતી. અમને તમને જણાવતા આનંદ થાય છે કે કલમ 106(2) હેઠળ 10 વર્ષની જેલ અને દંડની જોગવાઈનો કાયદો અમલમાં આવ્યો નથી. અમે ખાતરી આપીએ છીએ કે ભવિષ્યમાં પણ આ કાયદાનો અમલ કરવામાં આવશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *