ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી ૨૦૨૪ની જાહેરાતથી રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં આદર્શ આચાર સંહિતા અમલી બનાવવામાં આવી છે. જે અનુસંધાને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ જગ્યાઓ પરથી અનધિકૃત પ્રચારાત્મક બેનર, લખાણો, પોસ્ટર, કટ આઉટ વગેરે દુર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
આ કામગીરી અંતર્ગત રાજકોટ જિલ્લામાંથી કુલ ૧૧,૬૦૦ થી વધુ લખાણો અને પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે. સમગ્ર રાજકોટ જીલ્લામાં જાહેર જગ્યામાંથી ૧૦૬૬ દીવાલ પરના લખાણો, ૩૫૭૪ પોસ્ટરો,૩૧૭૧ બેનરો અને ૧૪૩૨ અન્ય મળીને કુલ ૯૨૪૩ અને અંગત જગ્યાઓએથી ૧૫૬૩ દીવાલ પરના લખાણો, ૩૯૧ પોસ્ટરો,૧૭૩ બેનરો અને ૨૬૧ અન્ય મળીને કુલ ૨૩૮૮ કેસ અંતર્ગત પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે. સમગ્ર રાજકોટ જિલ્લામાં વિવિધ જગ્યાઓએથી ૧૧,૬૦૦ થી વધુ પ્રચારાત્મક સામગ્રી દુર કરવામાં આવી છે.