પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના રામનાથ ગામે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા મોટી દુર્ઘટના સર્જાયાના સમાચાર સામે આવ્યા છે. જેમાં બાળકો મહિલા સહિત 25 જેટલા લોકો દાઝ્યા છે.
મળતી માહિતી પ્રમાણે રામનાથ ગામમાં 2 ગેસ સિલિન્ડર ધડાકાભેર ફાટ્યા હતા. જેમાં બાળકો સહિત 25 જેટલા લોકો દાઝ્યા હોવાની માહિતી મળી રહી છે. બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે આસપાસનો વિસ્તાર હચમચી ગયો હતો. દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટના બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા.
રામનાથ ગામે 2 ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા. જેમાં 25 જેટલા લોકો દાઝ્યાના સમાચાર સામે આવ્યા છે. મહત્વનું છે કે આ ઘટનામાં બાળકોનો પણ સમાવેશ થાય છે. આ તમામ ઈજાગ્રસ્તોને કાલોલ ખસેડાયા હતા. ત્યાંથી તેમને વધુ સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતા ગોધરા પ્રાંત અધિકારી ગોધરા સિવિલ હોસ્પિટલે દોડી આવ્યા હતા. સિલિન્ડર ફાટવાની ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. તો બીજી તરફ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે.