મુનવ્વર ફારૂકી બિગ બોસ 17નો વિજેતા બન્યો, અભિષેક કુમાર રનર અપ રહ્યો. રિયાલિટી ટીવી શો બિગ બોસ 17 ના વિજેતાની જાહેરાત કરવામાં આવી છે. મુનવ્વર ફારૂકી સલમાન ખાનનો શો જીતી ચૂક્યો છે અને બિગ બોસ 17ના વિજેતા તરીકે આગળ આવ્યો છે. આ ગ્રાન્ડ ફિનાલેમાં મુનવ્વરે વોટિંગ પોલમાં અભિષેક કુમારને હરાવી દિધો છે.
સલમાન ખાનના શો બિગ બોસ સીઝન 17ના વિજેતાની જાહેરાત કરવામાં આવી છે. મુનવ્વર ફારૂકીએ વોટિંગ પોલમાં અભિષેક કુમારને હરાવીને ફાઇનલે જીતી લીધી છે.
છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા વોટિંગ ટ્રેન્ડમાં મુનવ્વર ફારૂકીનું નામ વિજેતાની રેસમાં સૌથી આગળ હતું. આ સિવાય અભિષેક રનર અપ આવ્યો છે. જ્યારે મનારા ચોપરા ત્રીજા, અંકિતા લોખંડે ચોથા અને અરુણ માશેટ્ટી પાંચમા ક્રમે રહ્યા.